PICS: `તારક મહેતા કા...`ની બબીતાએ જણાવી હચમચાવી નાખે તેવી વાત, કહ્યું-`તેણે મારા પેન્ટમાં હાથ નાખ્યો`

Sun, 04 Apr 2021-8:54 am,
મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ હતું દર્દમુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ હતું દર્દ

મશહૂર ટીવી અભિનેત્રી મુનમુન દત્તા અભિનય ઉપરાંત પોતાની સુંદરતા માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મુનમુને વર્ષ 2017માં પોતાની સાથે થયેલી શારીરિક શોષણની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે 25 ઓક્ટોબરના રોજ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ દર્દ જણાવ્યું હતું. (Photo Credit: Munmun Dutta Instagram)

Me Too મૂવમેન્ટના કારણે કરી હતી પોસ્ટMe Too મૂવમેન્ટના કારણે કરી હતી પોસ્ટ

મુનમુન દત્તાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આ પ્રકારની પોસ્ટ શેર કરવી અને મહિલાઓ પર થયેલા યૌન ઉત્પીડનને લઈને થઈ રહેલા આ વૈશ્વિક જાગૃતતામાં સામેલ થવું અને તે મહિલાઓનું એકજૂથ દેખાવું કે જેઓ આ ઉત્પીડનમાંથી પસાર થઈ હોય, તે સમસ્યાની ભયાનકતા દર્શાવે છે. (Photo Credit: Munmun Dutta Instagram)

સારા પુરુષો ચોંકી ગયાસારા પુરુષો ચોંકી ગયા

મુનમુને આગળ લખ્યું કે 'હું સ્તબ્ધ છું કેટલાક 'સારા' પુરુષો તે મહિલાઓની સંખ્યા જોઈને સ્તબ્ધ છે, જેમણે જાહેરમાં આવીને પોતાના #metoo અનુભવોને શેર કર્યા છે. આ તમારા જ ઘરમા, તમારી બહેન, દીકરી, માતા, પત્ની એક એટલે સુધી કે તમારી નોકરાણી સાથે થઈ રહ્યું છે, તેમનો ભરોસો પ્રાપ્ત કરો અને તેમને પૂછો. તમે તેમના જવાબો જાણીને સ્તબ્ધ થશો. તમે તેમની કહાનીઓથી આશ્ચર્યચકિત થશો.' (Photo Credit: Munmun Dutta Instagram)

મુનમુને આગળ લખ્યું છે કે આવું કઈંક લખતા મારી આંખોમાં આંસુ આવી જાય છે. હું જ્યારે નાની હતી ત્યારે હું પાડોશના અંકલ અને તેમની ઘૂરતી આંખોથી ડરતી હતી, જે ક્યારેક તક જોઈને મને જોતી હતી અને જાણે મને ધમકાવતી હતી કે આ વાત કોઈને કહેવી નહીં કે મારો મોટો પિતરાઈ ભાઈ જે મને તેની દીકરીની જેમ જોતો નહતો કે તે માણસ જેણે મને હોસ્પિટલમાં પેદા થતી જોઈ હતી અને ત્યારબાદ 13 વર્ષ પછી તેને લાગ્યું કે તે હવે મારા શરીરના અંગોને સ્પર્શી શકે છે કારણ કે મારા શરીરમાં ફેરફાર થઈ રહ્યા હતા. (Photo Credit: Munmun Dutta Instagram)

મારા ટ્યૂશન ટીચર કે જેણે મારા અન્ડરપેન્ટમાં હાથ નાખ્યો હતો કે પછી બીજા ટીચર જેને મે રાખડી બાંધી હતી. જે છોકરીઓને ક્લાસમાં વઢવા માટે બ્રાની સ્ટ્રીપ ખેંચતા હતા અને તેમના સ્તન પર થપ્પડ મારતા હતા કે પછી તે ટ્રેન સ્ટેશનનો માણસ જે આમ જ સ્પર્શી લે છે, કેમ? કારણ કે તમે ખુબ નાના હોવ છો અને આ બધુ બતાવતા ડરો છો. (Photo Credit: Munmun Dutta Instagram)

તમે એટલા ડરેલા હોવ છો કે તમને મહેસૂસ થાય છે કે તમારા પેટમાં મરોડ ઉઠે છે, તમારો દમ ઘૂંટવા લાગે છે. પરંતુ તમને ખબર નથી હોતી કે તમે કેવી રીતે આ વસ્તુને તમારા માતા પિતા સામે રજુ કરો કે પછી આ અંગે કોઈને પણ એક શબ્દ કહેવામાં શરમ આવશે અને પછી તમારી અંદર પુરુષો માટે નફરત થવા લાગે છે. કારણ કે આ જ લોકો દોષિત હોય છે જે તમને આ પ્રકારે મહેસૂસ કરવા માટે મજબૂર કરે છે. (Photo Credit: Munmun Dutta Instagram)

તેણે લખ્યું હતું કે આ ધૃણિત ભાવનાને મારામાંથી દૂર કરવામાં મને વર્ષો લાગ્યા. આ આંદોલનમાં સામેલ થનારી એક વધુ અવાજ બનવા બદલ હું ખુશ છું અને લોકોને અહેસાસ અપાવું છું કે મને પણ છોડવામાં આવી નહતી. આજે મારામાં એટલું સાહસ આવી ગયું છે કે જો દૂરથી પણ મને કઈ પણ કરવાની કોશિશ કરશે તો હું તે વ્યક્તિને ચીરી નાખીશ. મને મારા પર આજે ગર્વ છે. (Photo Credit: Munmun Dutta Instagram)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મુનમુન દત્તાએ વર્ષ 2004માં હમ સબ બારાતી સિરિયલમાં નાના પડદે ડગ માંડ્યા હતા. ત્યારબાદ વર્ષ 2008થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ શો બાદ તે હવે બબીતાજીના નામથી જ પ્રખ્યાત થઈ ગઈ છે. મુનમુન દત્તા મુંબઈ એક્સપ્રેસ, હોલિડે, અને ઢિનચેક એન્ટરપ્રાઈઝ જેવી ફિલ્મો પણ કરી ચૂકી છે. (Photo Credit: Munmun Dutta Instagram)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link