TMKOC: જેઠાલાલથી લઈને બબીતા જી સુધી, જાણો કેટલું ભણેલા છે તારક મેહતાના કલાકારો

Mon, 21 Jun 2021-5:06 pm,

ચંપકલાલ જયંતીલાલ ગડાની ભૂમિકા નિભાવનાર અમિત ભટ્ટે બીકોમ કર્યું છે. 

દિલીપ જોશીએ બેચલર ઓફ કમ્પ્યૂટર એપ્લીકેશનનો અભ્યાસ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે દિગ્ગજ અભિનેતાને INT (ઈન્ડિયન નેશનલ થિએટર) બેસ્ટ સોફ્ટવેર એન્જિનિયરથી નવાજવામાં આવ્યા છે.   

દિશા વાકાણીના અભિનયને જોઈને તે સ્પષ્ટ થાય છે કે તે એક પ્રોફેશનલ રીતે કામ કરે છે. દિશા વાકાણીએ ડ્રામેટિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 

જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal) એ મધ્ય પ્રદેશના જબલપુરથી ગ્રેજ્યુએશન કર્યું છે. 

મંદાર ચંદવાડકર (Mandar Chandwadkar) મિકેનિકલ એન્જિનિયર છે. આ વિશે વાત કરતા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ, હું દુબઈમાં ત્રણ વર્ષ માટે મિકેનિલ એન્જિનિયર હતો. મેં 1997-200 વચ્ચે ત્યાં કામ કર્યુ હતું. મને અભિનયનો શોખ હતો અને ભારતમાં પોતાનો શોખ પૂરો કરવા માંગતો હતો. ત્યારબાદ મેં નાટકમાં કામ કર્યુ હતું.   

મુનમુન દત્તાએ અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી હાસિલ કરી પોતાનું શિક્ષણ પૂરુ કર્યું છે. 

 

નિર્મલ સોનીએ ગુજરાતમાં પોતાનું સ્કૂલી શિક્ષણ પૂરુ કર્યું. ત્યારબાદ મુંબઈ વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએશન કર્યું છે. 

શૈલેશ લોઢા બીએસસી ગ્રેજ્યુએટ છે અને પછી તેમણે માર્કેટિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.   

સોનાલિયા જોશી (Sonalika Joshi) ઈતિહાસમાં ગ્રેજ્યુએટ છે. ફેસન ડિઝાઇનિંગ અને થિએટરનો કોર્સ કર્યો છે.   

રિપોર્ટ પ્રમાણે તનુજ મહાશબ્દેએ ઈન્દોરથી મરીન કોમ્યુનિકેશનમાં ડિપ્લોમાનો કોર્સ કર્યો હતો. ત્યારબાદ એક્ટરે ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર, મુંબઈથી રંગમંચની ટેકનીક શીખી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link