Taarak Mehta Ka Ooltah Chashmah ના 13 વર્ષ: ખુબ પ્રસિદ્ધિ મળ્યા પછી આ કલાકારોએ છોડી દીધો શો, હવે શું કરે છે તે ખાસ જાણો
ભવ્ય ગાંધીએ લાંબા સમય સુધી આ શોમાં ટપુની ભૂમિકા ભજવી. તેનું આખું બાળપણ આ શોમાં જ પસાર થયું. આથી દર્શકોએ તેને દરરોજ મોટો થતો જોયો છે. ભવ્ય ગાંધીએ થોડા સમય પહેલા જ આ શોને અલવિદા કરી. ભવ્ય હાલ ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે.
દિલખુશ રિપોર્ટરે શોમાં રોશન સોઢીની ભૂમિકા ભજવી હતી. તેણે કેટલાક વર્ષો પહેલા આ શો છોડી દીધો હતો. તે સોશયિલ મીડિયા પર ઓછી જોવા મળે છે. તે હાલ શું કરે છે તેની જાણકારી પણ તેણે આપેલી નથી.
દિશા વાકાણી આ શોમાં દયાબેનની ભૂમિકા ભજવતી હતી. તેણે વર્ષ 2017માં પ્રેગ્નેન્સી સમયે શોમાંથી બ્રેક લીધો હતો. પરંતુ આટલા સમય બાદ પણ તે શોમાં પાછી ફરી નથી કે કોઈને તેની જગ્યાએ લેવામાં આવ્યા નથી. લોકો આજે પણ તેની શોમાં વાપસીને લઈને રાહ જોઈ રહ્યા છે. તે થિયેટરમાં ખુબ એક્ટિવ છે.
ગુરુચરણ સિંહને આપણે સોઢીની ભૂમિકામાં જોતા હતા. પરંતુ પિતાની બીમારીના કારણે તેણે શોને અલવિદા કરી દીધી.
ઝીલ મહેતા શોમાં ભીડે માસ્ટરની પુત્રી સોનુની ભૂમિકામાં જોવા મળતી હતી. પરંતુ વર્ષ 2012માં તેણે આ શોને અલવિદા કરી દીધી. હાયર એજ્યુકેશનના કારણે શો છોડ્યો. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
કવિ કુમાર આઝાદે 9 વર્ષ સુધી સતત ડો.હાથીની ભૂમિકા ભજવી છે. પરંતુ કોઈ કારણસર તેણે શો છોડ્યો. ત્યારબાદ નિર્મલ સોની આ ભૂમિકા ભજવવા લાગ્યા. શો છોડ્યાના થોડા સમય બાદ વર્ષ 2018માં તેમનું નિધન થઈ ગયું.
મોનિકા ભદૌરિયાએ શોમાં બાઘાની ગર્લફ્રેન્ડની ભૂમિકા ખુબ સુંદર રીતે ભજવી. તે લાંબા સમયથી આ શોથી દૂર છે. તે અનેક ટીવીશોમાં જોવા મળે છે.
નેહા મહેતા શોમાં તારક મહેતા મહેતાની પત્ની અંજલિ મહેતાની ભૂમિકામાં જોવા મળતી હતી. તેણે કોઈ કારણસર આ શો છોડી દીધો. તે હાલ સિનેમાના ક્ષેત્રમાં સક્રિય છે. આ સાથે જ તે અનેક ટીવી શો પણ હોસ્ટ કરે છે.
નિધી ભાનુશાળીએ ઝીલ મહેતા પછી આ શોમાં સોનુની ભૂમિકા ભજવી હતી. જો કે શો છોડ્યા બાદ પણ તેને હજુ પણ સોશિયલ મીડિયા પર લોકો સોનુ નામથી જ બોલાવતા રહે છે. હાલ તે રિસર્ચ વર્કમાં બીઝી ઝે. આ સાથે જ જંગલોમાં ફરીને વીડિયો બનાવીને લોકોના મન પણ જીતે છે.