lgloo cafe: એક સાથે 16 મહેમાન બેસી શકે તેવું છે આ ઈગલુ કેફે, PHOTOS જોઈને મંત્રમુગ્ધ થઈ જશો

Thu, 28 Jan 2021-3:59 pm,

આ કેફે ગુલમર્ગના એક હોટલ માલિક વસીમ શાહે તૈયાર કરાવ્યું છે જેને 25 તારીખથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.આ કેફે બરફથી બનાવવામાં આવ્યું છે.

આ ઈગલુ 22 ફૂટ પહોળું અને 13 ફૂટ લાંબુ છે.આ ઈગલુને બનાવવામાં 15 દિવસનો સમય લાગ્યો.લોકોને આશા છે કે આ ઈગલુ કેફેની નોંધ લિમ્કા ઈબૂકમાં લેવામાં આવશે અને એશિયાના સૌથી મોટા ઈગલૂ કેફે તરીકે તેની નોંધણી થશે.

આ ઈગલૂની ખાસીયત એ છે કે આ કેફેની અંદર એક સાથે 16 ગ્રાહકો બેસી શકે છે.આ દિવસોમાં ઈગલૂ કેફેની ખૂબ ચર્ચા થઈ રહી  છે.

કેફે માલિકને આશા છે કે આવનારા સમયમાં ખૂણે-ખૂણાથી પ્રવાસીઓ ગુલમર્ગમાં બનાવવામાં આવેલા આ અનોખા ઈગલૂ કેફેને જોવા આવશે.  

જમ્મુ-કશ્મીરનો પ્રવાસન વિભાગ પોતાની કમાણીમાં વધારો કરવાના પુરા પ્રયત્નો કરી રહ્યો છે.પ્રવાસન વિભાગ દેશભરમાં રોડ શોથી પ્રવાસનને પ્રમોટ કરે છે.આ ઉપરાંત આકર્ષક ઓફરો આપીને જાહેરાતો કરવામાં આવી રહી છે.

હોટલ માલિકે જણાવ્યું કે તે હિમ વર્ષા સમયે શ્રી નગરમાં પોતાનું ઘર બનાવી રહ્યા હતા તે સમયે તેમને ઈગલૂ કેફે બનાવવાનો વિચાર આવ્યો.આ આઈડિયા આવ્યા બાદ તેમને નેટમાં ઈગલૂ બનાવવાની રીતો સર્ચ કરી અને પછી એક દિવસ પોતાની હોટની બહાર ઈગલૂ કેફે બનાવી દીધું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link