Lal Mirch ke Totke: જીવનમાં મોટામાં મોટી સમસ્યા થઈ જશે સમાપ્ત, અપનાવો લાલ મરચાના ચમત્કારી ઉપાય

Thu, 27 Jul 2023-12:58 pm,

જો તમને કે ઘરમાં કોઈ બાળકને વારંવાર નજર લાગી જાય છે તો 7 લાલ મરચાંને મુઠ્ઠીમાં લો અને 7 વખત સીધા ક્રમમાં અને 7 વખત ઉલટા ક્રમમાં માથા પરથી ઉતારો. ત્યારબાદ ચુલામાં આ મરચાં ફેંકી દો. આમ કરવાથી તમને રાહત મળશે અને ખરાબ નજર પણ દૂર થઈ જશે. 

 

જો તમારો ધંધો ધીમો ચાલી રહ્યો છે અને તમને વારંવાર નુકસાન થઈ રહ્યું છે, તો માટીના ત્રણ દીવાઓમાં પીળી સરસવ, તલ, આખું મીઠું, આખા ધાણા અને એક લાલ મરચું મૂકો. આ પછી તેને ઓફિસ અથવા દુકાનમાં રાખો. આમ કરવાથી ધંધામાં ઝડપથી નફો થવા લાગશે.

જો તમે કોઈ જોબના ઈન્ટરવ્યૂ આપવા કે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યાં છો તો દરવાજા પર 5 લાખ મરચા રાખી દો. ઘરથી નિકળવા સમયે તેના પર પગ મુકીને આગળ વધો. આમ કરવાથી તમે જે કાર્ય કરવા જઈ રહ્યાં છો, તેમાં જરૂર સફળતા મળશે. 

જો તમે તમારા અંગત અને વ્યવસાયિક જીવનમાં શત્રુઓથી પરેશાન છો, તો મંગળવાર અથવા શનિવારે રાત્રે ઘરની બહાર જમીનમાં ખાડો બનાવીને તમારા માથા પર પાંચ લાલ સૂકા લાલ મરચાં મૂકીને તેને માટીથી ઢાંકી દો, અને ભગવાનના નામનો જાપ કરો.  ધ્યાનમાં રાખો, આ કર્યા પછી પાછું વળીને ન જોવું. આ ઉપાય કરવાથી દુશ્મનો આપોઆપ શાંત થઈ જશે અને તમને શત્રુઓ પર વિજય મળશે.

જો તમારૂ કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું છે તો 7 લાલ મરચા એક રૂમાલમાં બાંધીને રાખી લો. તેને દર સપ્તાહે બદલતા રહો. આ ઉપાયને ત્યાં સુધી કરો જ્યાં સુધી કાર્ય પૂરુ ન થાય. આ ઉપાય કરવાથી તમારૂ અધુરા કાર્ય જલદી પૂરા થશે.   

જો પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં જો શત્રુઓથી પરેશાન છો તો 7 લાલ મરચા લો અને તેને ઘરના એક એવા ખુણામાં ટાંગી દો, જ્યાં તેને કોઈ જોઈ શકે નહીં. લાલ મરચા તાજા હોવા જોઈએ. જેમ-જેમ લાલ મરચા સુકાતા જશે તેમ તેમ તમારા શત્રુ શાંત થઈ જશે. 

 

જો તમારૂ ધન ઘણા સમયથી અટવાયેલું છે તો લાલ મિર્ચનો આ ઉપાય જરૂર અપનાવો. એક લાલ રૂમાલમાં તમે 7 લાલ મરચા બાંધી પોતાની પાસે રાખી લો. દર સપ્તાહે લાલ મરચા બદલતા રહો અને જ્યાં સુધી વિઘ્ન ન ટળી જાય, ત્યાં સુધી આ ટોટકાને અપનાવતા રહો. તેનાથી તમારા અટવાયેલા નાણા પરત મળી જશે. 

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા અને વિવિધ જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link