ભીડે માસ્ટરથી લઈને જેઠાલાલ સુધી, લાખોમાં લે છે ફી : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર કાસ્ટને ચૂકવાય છે આટલા રૂપિયા
સૌપ્રથમ તો આપણે ગડા ઈલેક્ટ્રોનિક્સના માલિક જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વિશે વાત કરીશું. દિલીપ જોશી એક એપિસોડ માટે 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જેઠાલાલનું પાત્ર હાલમાં શોનું સૌથી પ્રિય પાત્ર છે.
બીજા નંબર પર, આપણે જેઠાલાલની બબીતા જી એટલે કે મુનમુન દત્તા વિશે વાત કરીશું. મુનમુન દત્તાના પાત્રને ઘણો પ્રેમ મળે છે. લોકો તેને મુનમુન દત્તાના નામથી ઓછા પરંતુ બબીતા જીના નામથી વધુ ઓળખે છે. મુનમુન દત્તા દરેક એપિસોડ માટે 50 હજાર રૂપિયા ચાર્જ કરે છે.
ત્રીજા નંબર પર આપણે આપણા પ્રિય બાપુજી વિશે વાત કરીશું. અભિનેતા અમિત ભટ્ટ બાપુજીનું પાત્ર ભજવે છે. તે દરેક એપિસોડ માટે 80 હજાર રૂપિયા લે છે.
ગોકુલધામના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે ચોથા નંબરે આવે છે. અભિનેતા મંદાર ચંદાવરકર આ પાત્ર ભજવે છે. તે દરેક એપિસોડ માટે 80 હજાર રૂપિયા લે છે.
અબ્દુલ આ શોમાં પાંચમા નંબરે છે. જેના સોડાશોપ પર ગોકુલધામની મંડળી લાગે છે એ અભિનેતા શરદ શાંકલા અબ્દુલની ભૂમિકા ભજવે છે. તે દરેક એપિસોડ માટે 35 હજાર રૂપિયા લે છે.