Tata Curvv EV: સ્ટાઇલિશ ડિઝાઇન, એડવાન્સ ફીચર્સ અને દમદાર રેન્જ, કર્વની આ 5 ખાસિયતો તમારૂ દિલ જીતી લેશે
ટાટા કર્વ ઈવી એક સ્ટાઇલિશ અને સ્પોર્ટી લુકવાળી કાર છે. તેમાં ફ્લશ ડોર હેન્ડલ, 18 ઈંચના એલોય વ્હીલ્સ, વોઈસ એક્ટિવેટેડ પેનોરમિક સનરૂફ અને સ્પેશિયલ બૂટ સ્પેસ આપવામાં આવી છે. કારની ડિઝાઇન ખુબ આકર્ષક છે અને તે જોવામાં પ્રીમિયમ લાગે છે.
કારમાં 12.3 ઇંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે એન્ડ્રોયડ અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. તેમાં વાયરલેસ ચાર્જિંગ અને 9 સ્પીકરનું સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે.
કારના ઈન્ટીરિયરમાં પણ ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. વાયરલેસ ચાર્જિંગ, મલ્ટીપલ વોઇસ અસિસ્ટન્સ અને જેન્યુઇન લેધર સીટ્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કારમાં રિયર પાર્કિંગ કેમેરાની સાથે ડાયનામિક ગાઇડલાઇન પણ આપવામાં આવી છે.
ટાટા કર્વ ઈવીમાં એક પાવરફુલ બેટરી પેક આપવામાં આવ્યું છે, જે 500 કિલોમીટર સુધીની રેન્જ આપવાનો દાવો કરે છે. કારમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય કારમાં વી2વી અને વી2એલ ટેક્નોલોજી પણ આપવામાં આવે છે, જેનાથી તમે બીજી કારને ચાર્જ કરી શકો છો કે ઘરમાં વીજળીની સપ્લાય લઈ શકો છો.
સુરક્ષાની દ્રષ્ટિએ કારમાં ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં 6 એરબેગ્સ, ડિસ્ક બ્રેક, ઓટો હોલ્ડ અસિસ્ટ, એડવાન્સ ઈએસપી, ડ્રાઇવર ડોઝ ઓફ એલર્ટ, લેવલ 2 એડીએએસ અને એડવાન્સ વ્હીકલ એલર્ટ સિસ્ટમ જેવા ફીચર્સ સામેલ છે.