Tata Harrier ની કિંમતનો થયો ખુલાસો, Jeep અને Hyundai સાથે થશે મુકાબલો
તેને જગુઆર લેંડ રોવરની ભાગીદારીથી વિકસિત કરવામાં આવી છે. આ આર્કિટેક્ચર પ્રસિદ્ધ લેંડ રોવર D8 આર્કિટેક્ચર પાસેથી લેવામાં આવી છે. તેને ટાટા મોટર્સના એંજીનિયરો દ્વારા ભારતીય સ્થિતિઓ અનુસાર અનુકૂળ કરવામાં આવી છે. જીપની કંપાસ અને હ્યુડાંઇની ક્રેટાએ પણ નવા રૂપમાં Tata Harrier ની સાથે લોંચ કરવાની આશા છે.
ટાટા મોટર્સે ટ્વિટ કરી Tata Harrier ની કિંમત અંગે ખુલાસો કર્યો છે. તેની એક્સ શોરૂમ કિંમત 14 લાખ રૂપિયાની આસપાસ હશે. તો બીજી તરફ હાઇએંડ મોડલની કિંમત 20 લાખ રૂપિયાની આસપાસ હશે. કંપનીનું કહેવું છે કે Tata Harrier ની ઓન રોડ કિંમત 16 થી 21 લાખ રૂપિયા વચ્ચે હશે.
તેનું બેસ વેરિએન્ટ (XE)ની કિંમત 16 લાખ રૂપિયા ઓન રોડ બેસશે. તો બીજી તરફ વેરિએન્ટ (XZ) 21 લાખ રૂપિયા સુધીમાં ઉપલબ્ધ હશે. આ પ્રાઇસ રજિસ્ટ્રેશન ચાર્જ, ઇંશ્યોરેંસ અને બાકી ટેક્સ સામેલ છે.
હૈરિયર 4 વેરિએન્ટ- XE, XM, XT અને XZ માં ઉપલબ્ધ હશે. આ નવી કાર ગ્રાહકો માટે 5 કલર ઓપ્શન-કેલિસ્ટો કોપર, એરિયલ સિલ્વર, થર્મિસ્ટો ગોલ્ડ, ઓર્કસ વ્હાઇટ અને ટેલેસ્ટો ગ્રેમાં ઉપલબ્ધ હશે.
ટોપ મોડલમાં કંપનીએ જિનોન એચઆઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ આપ્યો છે. આ ઉપરાંત ફ્રંટ ફોગ લેમ્પ અને કોર્નરિંગ લાઇટ્સ, શાર્ક ફિન એંટીના, 7.0 ઇંચ ડિજિટલ ઇંસ્ટ્રુમેંટ કલ્સ્ટર, 8.8-ઇંચ ટચસ્ક્રીન ઇંફોટેનમેંટ સિસ્ટમ, એમ્પ્લીફાયરની સાથે 9JBL સ્પીકર્સ, 60:40 સ્પ્લિટ ફોલ્ડિંગ સીટ મળશે.