Tata ની આ નવી કારની ડીટેલ થઇ લીક, 12 ડિસેમ્બરે થશે લોંચ
નવા અપગ્રેડેડ વેરિએન્ટમાં 15 ઇંચ ડુઅલ ટોન એલોયની સાથે આવી રહે છે. અત્યાર સુધી 14 ઇંચ એલોય આવી રહ્યું હતું. પ્રોજેક્ટર હેડલેંપની સાથે સાઇડ બોડી મોલ્ડિંગ આપવામાં આવી છે. કારમાં 7 ઇંચની ઇંફોટેનમેંટ સિસ્ટમ આપવામાં આવી છે. આ એન્ડ્રોઇડ ઓટો પર કામ કરે છે. આ સિસ્ટમ તમને નવા સંદેશો વિશે માહિતગાર કરતા રહેશે.
એસી ડિજિટલી કંટ્રોલ્ડ છે. સાથે જ 4 સ્પીકર અને 4 ટ્વિટર્સ આપવામાં આવ્યા છે. ઇંફોટેનમેંટ સિસ્ટમમાં પાર્કિંગ અસિસ્ટ પણ છે.
નવી ટાટા Tiago XZ Plus ઘણા રંગોમાં ઉતરશે. તેમાં બેરી રેડ, એસ્પ્રેસો બ્રાઉન, પર્લસેંટ વ્હાઇટ, ટાઇટેનિયમ ગ્રે, ઓશન બ્લૂ અને કૈન્યન ઓરેંજ સામેલ છે. એસ્પ્રેસો બ્રાઉનને છોડીને બધા રંગોના વેરિએન્ટ ડુઅલ ટોન કલરમાં આવશે.
અપકમિંગ કારનું એન્જીન પેટ્રોલ એન્જીન છે. આ 85 એચપીનો પાવર જનરેટ કરે છે. પીક ટોર્ક 114 એનએમ છે. તો બીજી તરફ ડીઝલ એન્જીન 140 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. બંને વેરિએન્ટમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન આપવામાં આવ્યું છે.