ઇલેક્ટ્રિક વેરિયન્ટ્સમાં જોવા મળશે ટાટા ટિયાગો અને ટાટા ટિગોર
Tiago EV કોન્સેપ્ટ કારના પ્રમાણે તેમાં 85 કિલોવોટ (114 એચપી) ક્ષમતા અને 200nmની મહત્તમ ટોર્ક બનાવતી ઇલેક્ટ્રિક મોટર હશે. આ માત્ર 11 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પિડ પકડી લેશે.
કોન્સેપ્ટ કારના મુજબ Tiago EVમાં ફૂલ ઓટોમેટિક એસી છે. તેમાં 3 ફેજ એસી ઇન્ડક્શન મોટર છે. આ અવિરત રીતથી ગાડીમાં એસીને ઓપરેટિંગ કરશે.
Tigor EVમાં મોટર 40bhp મહત્મ પાવર ઉત્પાદન કરશે. તેમાં 2+3ની સરેરાશમાં પાંચ યાત્રીઓના બેસવાની જગ્યા હશે. Tigor EVનું વજન 1,516 કિલોગ્રામ હશે. જે મહિંદ્રાની ઇ વ્પિરિટોની સરખામણીએ 200 કિલોગ્રામ ઓછું છે.
ટાટાની Tigor EV કારની સાથે એક ચાર્જિંગમાં 120 કિલોમીટરથી લઇ 150 કિલોમીટર સુધી ડ્રાઇવિંગ કરી શકાશે. જોકે ટાટાની બેટરી અને તેના ચાર્જિંગ વિશે હજું સુધી કઇ જાણવા મળ્યું નથી.
ટાટા મોટર્સને કેટલાક મહિના પહેલા સરકારી સંસ્થા ઇઇએસએલ દ્વારા 10 હજાર ઇલેક્ટ્રિક કાર બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. પ્રથમ ચરણમાં ટાટા મોર્ટર્સ 350 કાર બનાવશે. ટાટા અન્ય બીજી પણ ઇલેક્ટ્રિક કરા લાવી શકે છે.
બંને કારને ઇલેક્ટ્રિક કારની ડિઝાઇનમાં તમે સામાન્ય ફેરફાર જ જોઇ શકશો. માનવામાં આવી રહ્યું છે કે કંપની હાલમાં આ ડિઝાઇનમાં આ બંને કારને ઇલેક્ટ્રિક સંસ્કરણમાં પ્રસ્તુત કરી શકે છે.