Teacher`s Day 2022: બોલીવુડની આ હસ્તીઓને શિક્ષણ સાથે ગાઢ સંબંધ, એક્ટર બનતા પહેલા ટીચર હતા આ સ્ટાર્સ
નંદિતા દાસ હિન્દી સિનેમાથી લઈને પ્રાદેશિક ભાષાઓમાં પોતાના શાનદાર અભિનય માટે જાણીતે છે. ફિલ્મોમાં કામ સિવાય તે થિએટર પણ કરે છે. તમને જણાવી દઈએ કે એક્ટિંગ પહેલા નંદિતા દાસ ઋષિ વેલી સ્કૂલમાં ભણાવતી હતી. પોતાના અભ્યાસ બાદ અભિનેત્રીએ ટીચિંગ લાઇનમાં કરિયર બનાવવાનું શરૂ કર્યું હતું.
બોલીવુડ સુપરસ્ટાર અક્ષર કુમારે ફિલ્મોમાં આવતા પહેલા ઘણા કામ કર્યાં છે. અક્ષય કુમારે બેંગકોકમાં માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ લીધી હતી. ઈન્ડિયામાં તેમણે માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ આપી હતી. તેમણે પોતાના સ્ટૂડન્ટ્સને માર્શલ આર્ટ્સના પાઠ શીખવ્યા હતા. તેમ કહેવામાં આવે છે કે અક્ષય કુમાર પોતાના એક સ્ટૂડન્સને કારણે મોડલિંગમાં આવ્યો અને ત્યારબાદ ફિલ્મોમાં કામ કર્યું.
અનુપમ ખેર હિન્દી સિનેમાના જાણીતા સ્ટાર છે. અનુપમ ખેરે બી ટાઉનમાં પોતાની ઓળખ લાંબા સંઘર્ષ અને એક્ટિંગના દમ પર બનાવી છે. અનુપમ ખેરે પોતાની એક્ટિંગ સ્કૂલ ઓપન કરી છે જેમાં તેઓ યંગ લોકોને એક્ટિંગના પાઠ ભણાવે છે.
બોલીવુડના દિવંગત એક્ટર કાદર ખાન પોતાની કોમેડી માટે જાણીતા હતા. આજે પણ ફિલ્મોમાં તેમની કોમેડીને ખુબ પસંદ કરવામાં આવે છે. કાદર કાન પણ એક્ટર પહેલા ટીચર હતા. પોતાના અભ્યાસ બાદ તેઓ સિદ્દીક કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં પ્રોફેસર હતા. પરંતુ તેમનું મન એક્ટિંગમાં હતું તેવામાં તેમણે ફિલ્મોમાં કામ કરવા માટે ટીચરની જોબ છોડી દીધી હતી.