11 સિરીઝ અને 13 કેપ્ટન, 71 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં ભારતને ડરાવે છે આ રેકોર્ડ

Tue, 27 Nov 2018-5:59 pm,

ભારતની ટીમે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ વર્ષ 1947માં આઝાદી બાદ લાલા અમરનાથની આગેવાનીમાં રમી હતી. આ પ્રવાસ પર ભારતને કાંગારૂ ટીમે 5 મેચોની ટેસ્ટ સિરીઝમાં 4-0થી પરાજય આપ્યો હતો. ભારત અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી શક્યું નથી. 1947ના પ્રવાસ સહિત ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં કુલ 11 ટેસ્ટ સિરીઝ રમી ચુકી છે. જેમાં 8 સિરીઝમાં કાંગારૂ ટીમે વિજય મેળવ્યો છે. પરંતુ ભારત 1980-81, 1985-86, 2003-04માં 3 સિરીઝ ડ્રો કરાવવામાં સફળ રહ્યું છે. 

તો અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના કુલ 13 કેપ્ટન ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી ચુક્યા છે, પરંતુ તે ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ થયા નથી. ભારતે 1980-81માં સુનીલ ગાવસ્કર, 1985-86માં કપિલ દેવ અને 2003-04માં સૌરવ ગાંગુલીની આગેવાનીમાં કુલ 3 ટેસ્ટ સિરીઝ ડ્રો કરાવવાની સિદ્ધિ હાસિલ કરી છે.   

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ (ટેસ્ટ ફોર્મેટ)

1. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન લાલા અમરનાથ)- 5 મેચોની ટેસ્ટ સિરીઝ 1947-1948 - ઓસ્ટ્રેલિયા 4-1થી જીત્યું 

2. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન ચંદૂ બોર્ડે/ મંસૂર અલી ખાન પટૌદી) - 4 મેચોની ટેસ્ટ સિરીઝ 1967- 1968 - ઓસ્ટ્રેલિયા 4-0થી જીત્યું 

3. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન બિશન સિંહ બેદી) - 5 મેચોની ટેસ્ટ શ્રેણી 1977-1978 - ઓસ્ટ્રેલિયા 3-2થી જીત્યું

4. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન સુનીલ ગાવસ્કર) - 3 મેચોની ટેસ્ટ શ્રેણી 1980-1981 - સિરીઝ 1-1થી ડ્રો 

5. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન કપિલ દેવ) - 3 મેચોની ટેસ્ટ સિરીઝ 1985-1986 - સિરીઝ 0-0થી ડ્રો 

6. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન) - 5 મેચોની ટેસ્ટ સિરીઝ 1991-1992 - ઓસ્ટ્રેલિયા 4-0થી જીત્યું 

7. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન સચિન તેંડુલકર) - 3 મેચોની ટેસ્ટ સિરીઝ 1999-2000 - ઓસ્ટ્રેલિયા 3-0થી જીત્યું

8. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન સૌરવ ગાંગુલી) - 4 મેચોની ટેસ્ટ શ્રેણી 2003-2004 -સિરીઝ 1-1થી ડ્રો

9. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન અનિલ કુંબલે) - 4 મેચોની ટેસ્ટ શ્રેણી 2007-2008 - ઓસ્ટ્રેલિયા 2-1થી જીત્યું 

10. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન એમએસ ધોની) - 4 મેચોની ટેસ્ટ સિરીઝ 2011-2012 - ઓસ્ટ્રેલિયા 4-0થી જીત્યું 

11. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (કેપ્ટન એમએસ ધોની/ વિરાટ કોહલી) - 4 મેચોની ટેસ્ટ સિરીઝ 2014-2015 -  ઓસ્ટ્રેલિયા 2-0થી જીત્યું 

ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયામાં રેકોર્ડ ખુબ ખરાબ રહ્યો છે, અહીં ભારતીય ટીમે કુલ 44 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે માત્ર 5 ટેસ્ટ જીતી છે. આ દરમિયાન ભારતીય ટીમને 28 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને 11 ટેસ્ટ મેચ ડ્રો પર સમાપ્ત થઈ છે. 

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા 1977-78 પ્રવાસ પર બિશન સિંહ બેદીની આગેવાનીમાં અહીં પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી. આ પ્રવાસમાં ભારતે કુલ બે મેચ જીતી હતી. મેલબોર્નમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતે 222 રનોથી ઓસિને પરાજય આપ્યો હતો. ત્યારબાદ સિડનીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ઈનિંગ અને 2 રને હરાવ્યું હતું. 

ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 1981માં સુનીલ ગાવસ્કરની આગેવાનીમાં મેલબોર્નમાં 59 રનથી ટેસ્ટ મેચ જીતી હતી. 2003માં ભારતે સૌરવ ગાંગુલીની આગેવાનીમાં એડિલેટ ટેસ્ટ મેચ 4 વિકેટથી જીત્યો હતો. 

ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીત

1. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 30 ડિસેમ્બર 1977 - 4 જાન્યુઆરી 1978 - મેલબોર્ન - ભારત 222 રનથી જીત્યું 

2. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 7 જાન્યુઆરી 1978 - 12 જાન્યુઆરી 1978 - સિડની - ભારત ઈનિંગ અને 2 રનથી

3. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 7 ફેબ્રુઆરી 1981 - 11 ફેબ્રુઆરી 1981 - મેલબોર્ન - ભારત 59 રનથી જીત્યું 

4. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 12 ડિસેમ્બર 2003 - 16 ડિસેમ્બર 2003 - એડિલેડ - ભારત 4 વિકેટથી જીત્યું 

5. ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા - 16 જાન્યુઆરી 2008 - 19 જાન્યુઆરી 2008 - પર્થ - ભારત 72 રનથી જીત્યું 

2008માં ભારતે અનિલ કુંબલેની આગેવાનીમાં દુનિયાની સૌથી ઝડપી પિચ મનાતી પર્થ પર 72 રનથી ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. તમને જણાવી દઈએ કે ભારત આ ટેસ્ટ સિરીઝ જીતી શકતું હતું, પરંતુ સિરીઝમાં અમ્પાયરોના ખરાબ નિર્ણયે ભારતની આ તક છીનવી લીધી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link