ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓ Bachelor છે પણ સિંગલ નથી, ખાસ જુઓ PHOTOS

Sun, 17 Oct 2021-2:41 pm,

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકિપર-બેટર ઋષભ પંતે જાન્યુઆરી 2020માં ઓસ્ટ્રીલિયા ટુરથી પાછા ફર્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર ઈશા નેગી સાથે એક તસવીર શેર કરીને લખ્યું હતું કે 'હું તને ખુશ રાખવા માંગુ છું કારણ કે તારા કારણે હું ખુશ છું.' ઈશા અને પંત છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઈશા વ્યવસાયે ઈન્ટિરિયર ડિઝાઈનર છે અને દહેરાદૂનની છે. એમિટી યુનિવર્સિટીમાથી ભણેલી ઈશા નેગી ખુબ જ સુંદર છે અને તે કોઈ મોડલથી જરાય કમ નથી. 

ભારતીય ઓપનર કે એલ રાહુલ બેટિંગ સાથે પોતાની લવલાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. લાંબા સમયથી તેના અથિયા શેટ્ટી  (Athiya Shetty) સાથે અફેરની ખબરો સામે આવી રહી છે. જો કે હજુ સુધી બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધ પર ઓફિશિયલ મહોર લગાવી નથી પરંતુ સોશિયલ મીડિયા દ્વારા એક બીજા તરફ પ્રેમ દર્શાવતા જોવા મળે છે. નોંધનીય છે કે અથિયા બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી છે. 

રિપોર્ટ્સ મુજબ યંગ ક્રિકેટર પૃથ્વી શો ટીવી અભિનેત્રી પ્રાચી સિંહને ડેટ કરે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પોસ્ટથી એ વાત પ્રદર્શિત પણ થાય છે. જો કે પૃથ્વી કે પ્રાચી બંનેમાંથી કોઈએ પણ હજુ સુધી આ સંબંધ અંગે પુષ્ટિ કરી નથી કે આવી કોઈ વાતનો ઈન્કાર પણ કર્યો નથી. 

ઈશાન કિશનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા વ્યવસાયે મોડલ છે. તે વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા ફાઈનાલિસ્ટ રહી ચૂકી છે અને 2018માં મિસ સુપરનેશનલ ઈન્ડિયા એવોર્ડ જીતી ચૂકી છે. હજુ જોકે ઈશાન કે અદિતિએ આ સંબંધની અધિકૃત રીતે પુષ્ટિ કરી નથી. 

ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા બોલર રાહુલ ચાહરે વર્ષ 2019માં લોંગટાઈમ ગર્લફ્રેન્ડ ઈશાની સાથે સગાઈ કરી હતી. હવે જોવાનું એ રહેશે કે આ કપલ સાત ફેરા ક્યારે ફરે છે. 

ચેન્નાઈ સુપર કિંગ્સના ધાકડ ક્રિકેટર દીપક ચાહરે આઈપીએલ 2021માં પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચ બાદ ખુલ્લેઆમ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમના સ્ટેન્ડ્સમાં તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું અને સગાઈની વીંટી પણ પહેરાવી. જયાએ પણ જવાબ 'હા'માં આપ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link