Virat Kohli Fitness: કોહલી જેવુ બોડી બનાવવા ફોલો કરો આ ડાયટ પ્લાન, શરીર બનશે મજબૂત
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બેટિંગની સાથે પોતાની ફિટનેસ માટે પણ જાણીતો છે. ભારતીય ટીમમાં આજે ઘણા શાનદાર ફીલ્ડર છે. ટીમને ફીલ્ડિંગના મામલામાં આગળ પહોંચાડવામાં વિરાટ કોહલીનો મોટો ફાળો છે.
ભારતીય ક્રિકેટમાં વિરાટ યુગના આગમન બાદથી ફિટનેસ તેના સાથી ખેલાડીઓ માટે પ્રથમ પ્રાયોરિટી બની ગઈ છે. કોહલીએ ઉદાહરણની સાથે ટીમનું નેતૃત્વ કર્યું.
પૂર્વ ભારતીય કેપ્ટન ભલે આ દિવસોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય, પરંતુ તે દેશની એક મોટી પ્રતિભામાંથી એક છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા વિરાટે પોતાના શરીર અને મગજને ફિટ રાખવા માટે પોતાની ફિટનેસ અને ડાયટ પ્લાન વિશે જણાવ્યું હતું.
પોતાના ડાયટ પ્લાન પર ચર્ચા કરતા કોહલીએ કહ્યુ કે એક સમય હતો જ્યારે હું ડાયટ અને ફિટનેસ પર ધ્યાન નહોતો આપતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મેં મારા ભોજનની રીત બદલી નાખી છે અને નિયમનું પાલન કરુ છું. હું તે પ્રયાસ કરૂ છું કે જે ભોજન હું લઈ રહ્યો છું તેના વિશે મને માહિતી હોય.
પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યુ કે શું કરવું અને શું ન કરવું તે મારા માટે ખુબ સરળ છે. કોઈ ખાંડ નહીં, કોઈ ગ્લૂટેન નહીં. હું જેટલું બની શકે ડેરી પ્રોડક્ટથી દૂર રહુ છું. અન્ય ટ્રિક છે જે મને ફિટ રાખવામાં મને મદદ કરે છે. તે મારા પેટની ક્ષમતાનું 90 ટકા ભોજન.
કોહલીએ કહ્યુ કે મારા જેવા ખાવાના શોખીન માટે આ વસ્તુ સરળ નથી, પરંતુ તમે જ્યારે શરીરમાં સકારાત્મક ફેરફાર જોવા લાગો છો તો સ્વસ્થ બનવાની એક આદલ પડી જાય છે.
કોહલીએ કહ્યુ કે હું તે નક્કી કરુ છું કે મારે જે કરવાની જરૂર છે, ભલે તે ડાયટ હોય, ફિટનેસ રૂટીન હોય, તે હું કરી રહ્યો છું કે નહીં. આ બધી વસ્તુથી તમને અહેસાસ થાય છે કે તમે એક મર્યાદાથી આગળ જઈ શકો છો.