આ 4 પૂર્વ ખેલાડીઓ ખતમ કરશે દ્રવિડનું રાજ! બની શકે છે ભારતના આગામી મુખ્ય કોચ
2023 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ટીમ જો વિશ્વકપ 2023માં જીત ન મેળવે તો કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ પોતાના પદ ગુમાવવા પડી શકે છે. નોંધનીય છે કે રાહુલનો કોન્ટ્રાક્ટ પણ વિશ્વકપ બાદ ખતમ થઈ જશે. તેવામાં દ્રવિડની જગ્યાએ ચાર લોકો ભારતના મુખ્ય કોચ બનવા માટે દાવેદાર છે.
ન્યૂઝીલેન્ડ દિગ્ગજ સ્ટીફન ફ્લેમિંગ ટીમ ઈન્ડિયાનો આગામી મુખ્ય કોચ બનવા માટે સૌથી મોટો દાવેદાર છે. સ્ટીફન ફ્લેમિંગ ક્રિકેટમાં સફળ કોચ રહ્યાં છે. ફ્લેમિંગની કોચિંગમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બની ચુકી છે. ફ્લેમિંગના કોચિંગમાં ચેન્નઈએ 2010, 2011, 2018, 2021 અને 2023માં ટ્રોફી જીતી છે. ફ્લેમિંગ એક ચતુર રણનીતિકાર છે અને ભારતીય ખેલાડીઓથી પરિચિત છે. ફ્લેમિંગ મોટી ટૂર્નામેન્ટમાં ટીમને જીત કઈ રીતે અપાવવી તે પણ જાણે છે. તેવામાં તે ટીમનું ભાગ્ય બદલી શકે છે.
ભારતનો પૂર્વ ફાસ્ટ બોલરઆશીષ નેહરા ક્રિકેટનો એક ચતુર રણનીતિકાર છે. આશીષ નેહરાનો સ્માર્ટ અને કૂલ ક્રિકેટિંગ માઇન્ડ ટીમ ઈન્ડિયાને દુનિયાની બેસ્ટ ટીમ બનાવી શકે છે. આશીષ નેહરા આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સનો કોચ છે. નેહરાની રણનીતિની મદદથી ગુજરાત આઈપીએલ ચેમ્પિયન બની ચુક્યુ છે, જ્યારે એક વખત રનર્સ અપ રહી ચુક્યું છે. પ્રોટોકોલ પ્રમાણે 2023 વર્લ્ડ કપ બાદ બીસીસીઆઈ નવા કોચ માટે અરજી મંગાવશે. તેવામાં જોવાનું રહેશે કે નહેરા આ પદ માટે અરજી કરે છે કે નહીં.
ટીમ ઈન્ડિયાનો પૂર્વ વિસ્ફોટક ઓપનર સેહવાગ પણ કોચ બનવા માટે દાવેદાર છે. વીરૂ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો હતો. જો સેહવાગ ભારતીય ટીમનો કોચ બને છે તો તે ટીમમાં આક્રમક વિચાર લઈને આવશે. વીરૂ પોતાના આક્રમક કોચિંગથી ટીમને સફળતા અપાવી શકે છે. સેહવાગ આ પહેલા ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટે અરજી કરી ચુક્યો છે.
ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ટોમ મૂડી આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ રહી ચુક્યા છે. ટોમ મૂડીના કોચિંગમાં હૈદરાબાદની ટીમ એકવાર આઈપીએલ ચેમ્પિયન બની હતી. ટોમ મૂડીએ વર્ષ 2017માં ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે ઈન્ટરવ્યૂ આપ્યું હતું. મૂડીએ કોચ પસંદગી પ્રક્રિયામાં રવિ શાસ્ત્રીને ટક્કર આપી હતી. પરંતુ વિરાટ કોહલીની પસંદગીનું ધ્યાન રાખતા શાસ્ત્રીને કોચ બનાવવામાં આવ્યા હતા. ફરી ટોમ મૂટી ભારતના કોચ બનવા માટે દાવેદાર છે.