વનડેમાં ભારતની 500મી જીત, જુઓ ખાસ ક્ષણો
ભારતે પોતાની પ્રથમ વનડે આંતરરાષ્ટ્રીય મેચ 20 ઓગસ્ટ 1974ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી પરંતુ પોતાની પ્રથમ જીત તેને 1975 વિશ્વકપમાં ઈસ્ટ આફ્રિકા વિરુદ્ધ મળી હતી. ભારતે આ મેચમાં ઈસ્ટ આફ્રિકાને 10 વિકેટે પરાજય આપ્યો હતો.
ભારતીય ટીમે પોતાની 100મી મેચ આફ્રિકા વિરુદ્ધ મોહાલીમાં જીતી હતી. આ મેચમાં આફ્રિકાએ પ્રથમ બોલિંગ કરતા ભારતીય ટીમને 221ના સ્કોર પર રોકી દીધી હતી. જવાબમાં ભારતે શાનદાર બોલિંગ કરતા આફ્રિકન ટીમ 50 ઓવરોમાં 9 વિકેટ પર 178 રન બનાવી શકી હતી. ભારતે આ મેચ 43 રનથી જીતી હતી.
વર્ષ 2000માં પ્રથમ આઈસીસી નોકઆઉટ ટ્રોફીના પ્રથમ મેચમાં ભારતે યજમાન કેન્યાને હરાવ્યું હતું. નૈરોબીમાં રમાયેલી આ મેચમાં ભારતનો 8 વિકેટે વિજય થયો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અનિલ કુંબલેએ 22 રન આપીને બે વિકેટ ઝડપી હતી. પોતાની પ્રથમ મેચ રમી રહેલા ઝહીર ખાને 10 ઓવરમાં 48 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. કેન્યાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. ભારતે ગાંગુલી અને રાહુલ દ્રવિડની અડધી સદીની મદદથી 43મી ઓવરમાં 2 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
કટકના બારાબતી સ્ટેડિયમમાં બોલરોનો જલવો રહ્યો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પોલેવે ચાર વિકેટ તથા બ્રેડશો અને બ્રાવોની બે-બે વિકેટે ભારતને બેકફૂટ પર રાખ્યું હતું. ભારતીય ટીમ માત્ર 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કાર્તિકે 63 અને અજીત અગરકરે 40 રન બનાવ્યા હતા. ઓફ સ્પિનર રમેશ પોવારે ત્રણ વિકેટ લીધી. સચિને 8 ઓવરમાં 25 રન આપીને બે વિકેટ ઝડપી હતી. વિન્ડિઝની ટીમ 169 રનમાં આઉટ થઈ જતા ભારતે 20 રનથી મેચ પોતાના નામે કર્યો હતો.
ભારતે વનડે ક્રિકેટમાં પોતાનો 400મો વિજય લંકા સામે મેળવ્યો હતો. 2012માં શ્રીલંકાની રાજધાની કોલંબોનો પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. થરંગાની અડધી સદી દિલશનના 42 અને થિરમનેના 47 રનની મદદથી લંકાએ 251 રન બનાવ્યા હતા. ગંભીર પ્રથમ ઓવરમાં આઉટ થઈ ગયો. ત્યારબાદ આવ્યો વિરાટ કોહલી. તેણે વીરૂ સાથે મળીને બીજી વિકેટ માટે 52 રન જોડ્યા હતા. વિરાટે આ મેચમાં અણનમ 128 રન બનાવ્યા હતા. રૈના 58 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ભારતે 42.2 ઓવરમાં 4 વિકેટ પર 255 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોહલીની 40મી વનડે સદીની મદદથી ભારતે 250 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 242 રને ઓલઆઉટ થઈ જતા ભારતે 8 રને વિજય મેળવ્યો હતો.