T20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત રમશે ભારતના આ 7 ક્રિકેટર, એક ખેલાડી રાત્રે સૂતો હતો ભૂખો
વરૂણ ચક્રવર્તીને પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપ રમવાની તક મળશે. ભારતની પાસે વરૂણ ચક્રવર્તી તરીકે એક મિસ્ટ્રી સ્પિનર છે, જે સાત રીતના બોલ ફેંકી શકે છે. તેમાં ઓફબ્રેક, લેગબ્રેક, ગુગલી, કેરમ બોલ, ફ્લિકર, ટોપસ્પિન, પગની આંગળીઓ પર યોર્કર સામેલછે. વરૂણ ચક્રવર્ચી ટી20 વર્લ્ડ કપમાં વિરોધી ટીમો માટે ઘાતક સાહિત થઈશક છે. ટી20 ઇન્ટરનશનલ મેચોમાં અત્યાર સુધી વરૂણ ચક્રવર્તીએ 3 મેચમાં 2 વિકેટ ઝડપી પાડ્યા છે. ત્યારે, 28 IPL મેચોમાં તેના નામ 34 વિકેટ છે.
ટી20 ના ધાકડ બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપ રમવાની તક મળી છે. ટી20 વર્લ્ડ કપની ટીમમાં સૂર્યકુમાર યાદવ નંબર 5 પર બેટિંગનો પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ જેવો ટેલેન્ટેડ બેટ્સમેન મેદાનમાં ચારે તરફ એકથી ચઢિયાતા એક શોટ્સ રમવા અને રન બનાવવાની કળા જાણે છે.
ટીમ ઇન્ડિયાના 21 વર્ષીય લેગ સ્પિનર રાહુલ ચહરને પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપ રમવાની તક મળી છે. છેલ્લા ઘણા સમયથી રાહુલ ચહર શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. હાલમાં જ શ્રીલંકાની સામે રમાયેલી ટી20 સીરીઝમાં પણ રાહુલ ચહરે તેના બાલિંગથી લોકોને પ્રભાવિત કર્યા હતા. આ ઉપરાંત રાહુલ ચહરને મુંબઇ ઇન્ડિયન્સ ટીમમાં રમવાનો પણ સારો અનુભવ છે. ટી20 ઇન્ટરનેશનલ મેચમાં અત્યાર સુધી રાહુલ ચહરે 5 મેચમાં 7 વિકેટ ઝડપી પાડી છે.
ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડી ઈશાન કિશનને પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપમાં રમવાની તક મળી છે. આ ખેલાડીએ પોતાને સાબિત કર્યો છે. ઇશાન કિશન તાબડતોડ બેટ્સમેન અને શાનદાર વિકેટકીપર પણ છે. IPL માં ઇશાન કિશને મુંબઇ ઇન્ડિયન્સને ઘણી વખત એકલા મેચ જીતાડી છે અને હવે તે ટીમ ઇન્ડિયાને પણ ટી20 વર્લ્ડ કપમાં આ રીતે જીતાડવા ઇચ્છે છે. ઇશાન કિશને અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. જ્યારે ઇશાન 12 વર્ષનો થયો ત્યારે તેને આગળ રમવા માટે રાંચી શિફ્ટ થવું પડ્યું હતું. અહીં ઇશાનને રાંચીમાં જિલ્લા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સેલ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સેલે તેને રહેવા માટે એક ક્વોર્ટર આર્યું હતું. જેમાં તેની સાથે ચાર અન્ય સીનિયર્સ ક્રિકેટર્સ પણ રહેતા હતા. તે દરમિયાન ઇશાનને ખાવાનું બનાવવાનું આવડતું ન હતું. જેના કારણે તેને વાસણ ધોવા તેમજ પાણી ભરવાનું કામ કરાવતા હતા અને ઘણી વખત ઇશાનને ભૂખ્યા પેટે સુવુ પડતું હતું.
સિલેક્ટર્સે તમામને ચોંકાવ્યા છે. લેફ્ટ સ્પિનર અક્ષર પટેલને પણ ટ20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ કરવામાં આવ્યો છે. UAE ની પિચ સ્પિનરો માટે મદદગાર સાબિત થશે. તેથી અક્ષર પટેલને તક આપવામાં આવી છે. અક્ષર પટેલને રિઝર્વ ઓલરાઉન્ડર તરીકે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં તક મળી છે.
રિષભ પંત પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપમાં રમશે. વિસ્ફોટક બેટિંગમાં માહિર રિષભ પંતની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા નક્કી છે. રિષભ પંત આ સાથે વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળશે. રિષભ પંત આ પહેલા વર્લ્ડ કપ 2019 માં રમવાનો અનુભવ ધરાવે છે.
કેએલ રાહુલને પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપમાં રમવાની તક મળી છે. આ પહેલા તે ભારત માટે 2019 નો વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે. રાહુલને ઓપરન તરીકે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. રાહુલને ટી20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવા માટે શિખર ધવનને બહાર કરવામાં આવ્યો છે. રાહુલનું ટી20 વર્લ્ડ કપ દરમિયાન ભારતના પ્લેઇંગ ઇલેવનમાં રમવાનું નક્કી છે. રાહુલ અને રોહિત શર્મા પર ઓપનિંગની જવાબદારી હશે.