Apple Event 2023: છેલ્લી ઘડીએ સામે આવી iPhone 15 લાઇનઅપની સૌથી મોટી ખાસિયત
તમને જણાવી દઈએ કે iPhone Pro મોડલ ખરીદનારા યુઝર્સને સ્ટોરેજ ક્ષમતાનો નવો વિકલ્પ મળશે જે સંપૂર્ણ 2TBને સપોર્ટ કરશે, આ સાથે હવે ડેટા સ્ટોરેજની સમસ્યાનો અંત આવી શકે છે.
iPhone Pro મોડલમાં થંડરબોલ્ટ ચાર્જિંગ ઓફર કરવામાં આવશે, જે ખૂબ જ ઝડપી હશે અને તેની સાથે ડેટા ટ્રાન્સફર પણ ખૂબ જ ઝડપી થશે જેથી યૂઝરનો સમય વેડફાય નહીં.
તમને જણાવી દઈએ કે Apple iPhone 15 Proમાં ગ્રાહકોને Bionic 17 ચિપસેટ જોવા મળશે અને યુઝર્સ તેના ઘણા ફીચર્સ પહેલાથી જ જાણે છે, પરંતુ અમે તમને કેટલાક ફિચર્સ વિશે જણાવીએ છીએ, આ ફિચર્સ પૈકી બેટરીની ક્ષમતા વધારવી સૌથી મહત્વપૂર્ણ છે. ખાસ વાત એ છે કે આની સાથે iPhoneના આ મોડલનું પરફોર્મન્સ પણ સારું રહેશે અને ઓવરહિટીંગની સમસ્યા પણ દૂર થશે.
iPhone 15ને iPhone 14 જેવો જ રાખવામાં આવ્યો છે જેમાં 6013 T6 એલ્યુમિનિયમ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવશે, આનાથી iPhone 15 ખરીદનારા યુઝર્સને નિરાશ ન થવું જોઈએ કારણ કે તેનું વજન પણ ઓછું થઈ જશે પરંતુ આ ઘટાડો વધારે નહીં હોય.
આઇફોન 15 પ્રો અને પ્રો મેક્સ હાલના સ્ટેનલેસ સ્ટીલ બિલ્ડની તુલનામાં ગ્રેડ 5 ટાઇટેનિયમનો ઉપયોગ કરશે, જેના પરિણામે વજનમાં 10% કે તેથી વધુનો ઘટાડો થશે, પરિણામે વધુ સારો વપરાશકર્તા અનુભવ થશે અને ફોનને વધુ સરળ બનાવવામાં આવશે.