Instagram યુઝર્સ માટે ખુશ ખબરી! એપ્લિકેશનમાં આવશે આ 5 અદ્ભુત ફીચર્સ, જલદી જાણી લો

Thu, 31 Mar 2022-1:53 pm,

અત્યાર સુધી Instagram ના સ્ટોરી પર જવાબ આપવા માટે  GIF અને સ્ટીકર મોકલી શકતા હતા..હવે આ નવા ફીચરથી  Instagram યુઝર્સને સ્ટોરી પર વોઈસ નોટ્સ મોકલી શકાશે. સ્ટોરી જોતી વખતે હવે નીચે આપેલા ટાઈપિંગ બારમાં વૉઇસ નોટ મોકલવાનો વિકલ્પ પણ દેખાશે.

Instagram યુઝર્સ મનપસંદ લોકોને સબ્સ્ક્રાઈબ કરી શકશે અને એક્સલ્યુઝિવ વીડિયોનો આનંદ લઈ શકશે..આનાથી પૈસા કમાવવાની તક મળશે. તમને જણાવી દઈએ કે આ ફીચર ઓપ્શનલ હશે.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વૉઇસ નોટ્સનો જવાબ આપવા ઉપરાંત, તમે હવે સ્ટોરી પર ફોટા શેર કરીને જવાબ આપી શકો છો. જવાબ આપતી વખતે મીડિયા ઉમેરીને ફોટા મોકલી શકશો.

Instagram યુઝર્સ QR કોડ્સ થકી અન્ય એપ્લિકેશન અને પ્લેટફોર્મ્સ પર એપ્લિકેશનની પોસ્ટ અને પ્રોફાઈલ્સ શેર કરી શકશે. એવું મનાય છે  કે આ ફીચર દરેક વસ્તુને શેર કરવાનું સરળ બનાવશે, પરંતુ તે કેવી રીતે કાર્ય કરશે તે વિશે કોઈ માહિતી જાહેર નથી કરાઈ

ઈન્સ્ટાગ્રામ ચેટ્સમાં એક ખાસ વેનિશ મોડ છે, જેથી ચેટ્સના મેસેજ ગાયબ થઈ શકે છે. ટૂંક સમયમાં આ ફીચરનો ઉપયોગ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી માટે પણ થઈ શકશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link