આ 5 ટ્રિક ફોલો કરશો તો તમારો સ્માર્ટફોન ક્યારેય ફાટશે નહીં, આ છે ખૂબ જ સરળ રીત

Thu, 07 Apr 2022-5:06 pm,

ઘણી વખત બન્યું છે કે ફોન આપણા હાથમાંથી નીચે પડી ગયો હોય. ફોન પડવાથી ફોનની બેટરી બગડી શકે છે. એકવાર બેટરી ખરાબ થાય પછી ફૂલી જાય છે અને બેટરી વધુ પડતી ગરમ થવાને કારણે ફોન ફાટવાની શક્યતા વધી જાય છે. જો તમારો ફોન ઉંચી જગ્યા પરથી પડ્યો હોય તો સર્વિસ સેન્ટરમાં ફોનની  ચકાસણી કરાવો..

સ્માર્ટફોનને લાંબા સમય સુધી સીધા સૂર્યપ્રકાશમાં ન રાખવો જોઈએ કારમાં  સીધો તડકો આવતો હોય તેવી રીતે ન રાખવો જોઈએ વધુ પડતી ગરમી ફોનની બેટરીના સેલને અસર કરે છે અને તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ વાયુ ઉત્પન્ન કરે છે. આ વાયુને કારણે બેટરી ફૂલી જાય છે અને વિસ્ફોટ થાય છે.

ફોનનું ચાર્જર પણ ફોનમાં બ્લાસ્ટ થવાનું એક મોટું કારણ હોઈ શકે છે. તમારા સ્માર્ટફોનને હંમેશા કંપનીના ચાર્જરથી ચાર્જ કરવાનો પ્રયાસ કરો અને જો તમારું ચાર્જર ખરાબ થઈ જાય તો બ્રાન્ડેડ ચાર્જર જ ખરીદો. બીજું કોઈ ચાર્જર વાપરવાથી તમારા ફોનની બેટરીને નુકસાન થઈ શકે છે.

ફોનની પ્રોસેસર ફોન વધુ ગરમ થવાનું એક મોટું કારણ છે. તેથી એપ્સનો વધુ પડતો ઉપયોગ ન કરો. જે તમારા ફોન પર એકસાથે ઘણો ભાર આપે છે, ફોન ચાર્જ કરતી વખતે પણ ફોનનો ઉપયોગ કરશો નહીં. 

સ્માર્ટફોનને આખી રાત ચાર્જ કરવા ના મૂકો. આમ કરવાથી ફોન ખૂબ જ ઝડપથી ગરમ થાય છે. આપણામાંથી મોટાભાગના લોકો સૂતી વખતે ફોનને ચાર્જિંગ પર મૂકી દે છે, પરંતુ તેનાથી બેટરી ઓવરહિટીંગ, ઓવરચાર્જ, શોર્ટ-સર્કિટ અને ક્યારેક વિસ્ફોટ પણ થઈ શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link