Petrol-Diesel ના ભુક્કા કાઢી નાંખે એવા ભાવ સામે આ શાનદાર CNG ગાડીઓ પડાવશે માર્કેટમાં બૂમ!
ટાટા મોટર્સ ટાટા પંચ સીએનજી વેરિઅન્ટમાં દિવાળી આસપાસ બજારમાં લોન્ચ કરી શકે છે.
મારૂતિ સુઝીકી પણ CNG વાહનો પર નજર રાખી રહ્યું છે...મારૂતી સુઝીકી ટૂંક સમયમાં લોકપ્રિય કોમ્પેક્ટ SUV Vitara Brezzaનું CNG વર્ઝન ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરી શકે છે.
હેચબેક બલેનોનું સીએનજી વર્ઝન દિવાળીની આસપાસ માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે મારુતિએ તાજેતરમાં બલેનોનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે.
મારૂતી સ્વિફ્ટ સીએનજી વર્ઝન પણ ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે.મારૂતી કંપની Vitara Brezza સાથે સ્વિફ્ટનું CNG વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
Tata Motors તેની પ્રીમિયમ હેચબેક Altroz ના CNG વેરિઅન્ટને ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરી શકે છે. ટાટા અલ્ટ્રોઝ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ, કિંમત અને ડિઝાઈનને લીધે લોકોને ખૂબ જ પસંદ છે.
ટોયોટા પણ માર્કેટમાં ઉતરવા માટે તૈયારી કરી રહ્યું છે કંપની ગ્લાન્ઝાનું CNG વર્ઝન ડિસેમ્બર સુધીમાંમાર્કેટમાં લોન્ચ કરી શકે છે.