બજેટ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે આ ગાડીઓ
ટોયોટાના આ કૂપ એસયુવી વર્ઝનમાં 1.2 લીટરનું એન્જિન મળી શકે છે. જો કે આ કારના લોન્ચિંગના સમય અને વધુ ફીચર્સ અંગે હાલ સત્તાવાર જાહેરાત નથી કરાઈ.
Maruti YTB બલેનો પર આધારિત એસયુવી હશે, જેને ઓટો એક્સપો 2023માં રજૂ કરાય તેવી શક્યતા છે. આ કારમાં વધુ કાર્યક્ષમ એન્જિન સાથે પ્રિમીયમ ફીચર્સ પણ હશે. જાણકારોનું માનીએ તો આ કારમાં 1.0 લીટરનું બૂસ્ટરજેટ માઈલ્ડ હાઈબ્રિડ પેટ્રોલ એન્જિન અને 1.2 લીટરનું NA પેટ્રોલ એન્જિન હોવાની શક્યતા છે.
મારૂતિ ટૂંક સમયમાં જ પોતાની સૌથી વધુ વેચાતી કારમાંથી એક એવી સ્વિફટને પણ અપડેટ કરી શકે છે. આ કાર વર્ષના અંતે કે 2023ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. નવી સ્વિફ્ટમાં અપડેટેડ એક્સટીરિયર, નવું કેબિન અને અપડેટેડ પાવરટ્રેનનાં વિકલ્પ હશે.
મહિન્દ્રા બોલેરો નિયો પ્લસ 2023ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. બોલેરો મહિન્દ્રાની સૌથી વધુ વેચાતી કારમાંથી એક છે. નવી બોલેરોને નવા સીટિંગ લેઆઉટ અને નવા પાવરટ્રેન વિકલ્પો સાથે રજૂ કરવામાં આવશે. બોલેરો નિયો પ્લસમાં અગાઉ જેવું 2.2 લીટર mHawk ડીઝલ એન્જિન હશે, જે હાલ થારમાં અપાય છે. બોલેરો નિયો પ્લસમાં 7 અને 9 સીટ લેઆઉટનો વિકલ્પ પણ અપાશે.
ગ્રાન્ડ i10 Nios Faceliftનાં એન્જિનમાં કોઈ ફેરફાર નહીં કરાય. જો કે કંપની તેની સ્ટાઈલિંગમાં ફેરફાર કરી શકે છે. નવા ફીચર્સ સાથેનું અપડેટેડ કેબિન પણ મળી શકે છે. આ કાર 2023ના પહેલા છ મહિનામાં લોન્ચ થઈ શકે છે.