Bike અને Activa કરતા સાવ અડધા ભાવમાં ઘરે લઈ જાઓ નવું નક્કોર Electric Scooter!

Mon, 24 Jul 2023-3:34 pm,

Yulu Wynn Electric Scooter: ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી રહી છે. જે દર્શાવે છે કે હવે ગ્રાહકો આ ટેક્નોલોજી પર વિશ્વાસ કરવા લાગ્યા છે. જો કે, સારા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત હજુ પણ 1 થી 1.5 લાખ રૂપિયાની વચ્ચે છે. જો કે, આજે અમે તમને એક સસ્તું અને લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ખાસ વાત એ છે કે તે મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જેને બજાજ ઓટોની સબસિડિયરી ચેતક ટેક્નોલોજીએ તૈયાર કર્યું છે.

આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું નામ યુલુ વિન છે. તેની કિંમત 55,555 રૂપિયા છે. કંપની તેના પર 1 વર્ષની વોરંટી આપી રહી છે. આ એક સીટર ઇલેક્ટ્રિક સ્કૂટર છે અને તમારે તેને ચલાવવા માટે લાયસન્સની પણ જરૂર નથી.

તેનો ઉપયોગ કરવા માટે તમારે ચાવીની જરૂર નથી. યુલુ એપ દ્વારા તમારો ફોન ચાવી બની જાય છે. તેમાં લોકેશન ટ્રેકિંગની સુવિધા પણ છે. વધુમાં વધુ 5 લોકો આ સ્કૂટરનું લોકેશન જોઈ શકશે.

Wynn ની સીટની ઊંચાઈ 740 mm છે અને વ્હીલબેઝ માત્ર 1,200 mm છે, અને લોડ ક્ષમતા 100 kg છે. સંપૂર્ણ ચાર્જ કરવા પર Wynn પાસે 68 km (IDC)ની ચાર્જિંગ રેન્જ છે. સ્કૂટરની ટોપ સ્પીડ 25KM સુધીની છે.

Wynn રીઅર વ્યુ મિરર્સનો સેટ, સેન્ટર સ્ટેન્ડ, રીઅર કેરિયર, મોબાઈલ ધારક અને હેલ્મેટ જેવી સંખ્યાબંધ એસેસરીઝ સાથે ખરીદી શકાય છે. તે લાલ અને સફેદ બે રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link