SnowFall :હિમાચલમાં પ્રકૃતિઓ ઓઢી બરફની ચાદર, 10 તસવીરોમાં જોવો સુંદર નજારો
સોમવારે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે અહિના પહાડી વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. છેલ્લા બે દિવસોથી દિલ્હીના એનસીઆરમાં પણ તેની અસરના કારણે સામાન્ય વરસાદ નોધાયો હતો. જ્યારે હિમાચલના અમૂક વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે તાપમાન પણ માઇનસમાં પહોચ્યું હતું.
સતત થઇ રહેલી બરફ વર્ષાનવે કારણે અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.. લાહૌલ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી બરફ વર્ષા થઇ રહી છે.
બરફ વર્ષાને કારણે રોહતાંગ પાસ આગામી પાંચ મહિનાઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. લેહ અને માનાલી હાઇવે હવે એપ્રીલમાં જ ખુલશે.
હિમાચલમાં પડી રહેલા બરફ વર્ષાને કારણે રોહતાંગ પાસ બંઘ કરી દેવામાં આવ્યો છે. જેનાથી 200 કરતા પણ વધારે લોકો મનાલીમાં ફસાયા હોવાની આશંકા છે.
હિમાચલ પ્રદેશમાં મંગળવારમાં ઉનામાં મહત્તમ તાપમાન 24.2, કંગડામાં 22.7, બિલાસપુરમાં 21.0, હમીરપુરમાં 20.2, સુદરનગરમાં 21.2 નાહનમાં ,23.6 ,સોલનમાં 22.4, ધર્મશાલામાં 18.6 , શિમલામાં 18.3 અને તથા લાહૌલ ઘાટીમાં તો માઇનસમાં આવી ગયુ હતું.
આ વખતે હિમાચલમાં મોનસૂનની વહેલી વિદાય થતા ઠંડીની પણ વહેલી શરૂઆત થઇ હતી. હવામાન ખાતાએ 12 થી 14 નવેમ્બર સુધી હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ લાહોર સ્પીતિ જિલ્લાના મુખ્યાલય કેલંહમાં બુધવારે સવારે એક સેમી સુધી બરફ વર્ષા નોધાઇ હતી.
બરફ વર્ષાથી કિન્નોરના કલ્પામાં માઇનસ 0.2 ડિગ્રી અને મનાલીમાં 2.2 ડિગ્રી તાપમાન નોધાયું હતું.
રાજ્યના મેદાન વાળા વિસ્તારોમાં વાદળો છવાઇ ગયા છે. આગામી ચાર પાંચ દિવસો સુધી વાતાવરણ ઠુંડુ રહેવાની આશા છે.
પ્રદેશમાં થઇ રહેલા વરસાદ અને બરફ વર્ષાને કારણે તાપમાન 2થી 3 ડિગ્રી નીચે આવી ગયું છે. હવામાન ખાતાએ આગામી 24 કલાસ સુધી એલર્ટ આપી દીધું છે.
(ફોટો : ANI)