એક સંકટમાંથી નીકળ્યુ તો ગુજરાત પર મોટી મુસીબત આવી, આજથી હાડ થીજવતી ઠંડીનો દૌર શરૂ
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. બીજી તરફ ઉત્તરના પર્વતીય પ્રદેશો પરથી એક પછી એક પશ્ચિમી વિક્ષોપ પસાર થઈ રહ્યા છે. જેના પરિણામે રાજસ્થાનના ઉત્તર-મધ્ય ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી પુરતો ભેજ મળતા તે મજબૂત બન્યું છે. જેથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ હતી. 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાત માવઠારૂપી મુસિબતમાંથી મુક્ત થઈ જશે. જેના બીજા દિવસ એટલે કે 29 ડિસેમ્બરથી રાબેતા મુજબ ઠંડીનું જોર વધવાથી શિયાળો જામશે.
ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજનું કારણ આપતા અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતનો કમોસમી વરસાદ રહેશે. જેને કારણે 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન ૮ ડિગ્રી પહોંચી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સરકયુલેશનના સ્વરૂપમાં ૫શ્ચિમી વિક્ષેપ ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના નીચલા અને મધ્ય ભાગોમાં સક્રિય છે. એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણપ^મિ રાજસ્થાન પર છે અને ઉત્તર પાકિસ્તાનથી પૂર્વ મધ્ય સુધી એક ચાટ છે. અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સરકયુલેશન સક્રિય થવા જઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, અરબી સમુદ્રમાંથી ઉદભવતા ઉચ્ચ ભેજવાળા ૫૧મી પવનો સાથે પૂર્વીય પવનો ઉત્તર છત્તીસગઢ પર નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે ફૂંકાઈ રહ્યા છે. તેની અસરને કારણે આજે અને આવતીકાલે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના છે. પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે.