ગુજરાતમાં ભૂક્કા કાઢે તેવો વરસાદ! અડધુ ગુજરાત ભીંજાયું, અમદાવાદથી વલસાડ સુધી જુઓ ક્યાં ક્યાં છે વરસાદી માહોલ

Sat, 24 Aug 2024-11:13 am,

અમદાવાદમાં શહેરમાં જામ્યો વરસાદી માહોલ, શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ, પ્રહલાદનગર, એસજી હાઈવે, થલતેજમાં વરસાદ, ગોતા, ઘાટલોડિયા, સાયન્સસિટી વિસ્તારમાં વરસાદ, કાળા ડિબાંગ વાદળો છવાતા વિઝિબિલિટી ઘટી, અમદાવાદ માટે આજે જાહેર કરાયું છે યલો અલર્ટ 

અરવલ્લીના મેઘરજમાં એક કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો. મુખ્ય બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા. ઉન્ડવા રોડની દુકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. આંબાવાડી રોડ પર સરોવર જેવા દ્રશ્યો જોવા મલ્યા. મદની સોસાયટીમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. રહીશો વરસાદી પાણીને લઈ પરેશાન થયા છે. તંત્રની બેદરકારી સામે આવી છે. 

મહેસાણાઃ વિજાપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો 2 કલાકમાં 6 ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો વહેલી સવારથી વરસી રહ્યો છે વરસાદ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી સરદાર પટેલ સ્ટચ્યૂથી ટીબી રોડ, વિસનગર રોડ વિસ્તારમાં ભરાયા પાણી

ખેડાઃ કપડવંજ શહેરમાં ધોધમાર વરસાદ, એક કલાકમાં સાડા 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, પટેલ વાળા, મીના બજાર, કાછીયાવાડ, રત્નાકર માતા રોડ પર ભરાયા પાણી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું

નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો. જિલ્લાના નવસારી ગણદેવી ચીખલી ખેરગામ જલાલપોર, વાંસદા તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. નવસારી ગ્રામ્ય વિસ્તારમાં સવારે 6 થી 8 દરમ્યાન એક ઇંચ વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. લાંબા વિરામ બાદ શ્રાવણ માસમાં વરસેલો વરસાદ ડાંગર પાક માટે લાભદાયી નીવડશે. વરસાદને પગલે ગરમી અને ઉકળાટથી મળ્યો છુટકારો

હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી અનેક પંથકોમાં ક્યાંય ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવારથી જ પાલનપુર ,વડગામ, અમીરગઢ, ડીસા,દાંતીવાડા સહિતના અનેક પંથકોમાં વરસાદ શરૂ થયો છે જેમાં જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ શહેરના જુના બસસ્ટેન્ડ વિસ્તાર અને બસસ્ટેન્ડમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને મુસાફરો અટવાયા છે.

બારડોલીના હરીપુરા ગામે તાપી નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. મહારાષ્ટ્ર તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં રૂલ લેવલ જાળવવા ડેમના ૮ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાંથી ૭૫૬૦૮ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. તાપી નદીમાં પાણીની આવક થતાં હરીપુરા કોઝવે સીઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયો છે. હરીપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતાં સામે પાર આવેલા ઉન,કોસાડી, ગોદાવાડી,ખંજરોલી, પિપરિયા સહિતના ગામોનો બારડોલી મુખ્ય મથકથી સંપર્ક કપાયો છે. બારડોલી જવા માટે લોકોએ ૧૭ કિમી નો ચકરાવો ફરવાની નોબત આવી છે. હરીપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતાં નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કોઝવે ઉપર પાણી ફરી વળતાં વહીવટી તંત્ર દ્વારા કોઝવે નો માર્ગ હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પણ વરસાદની અસર, છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં. દહેગામના બજારમાં પાણી ભરાતા સામાન્ય જનજીવનને અસર થઈ. આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું

તાપી જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ, વ્યારા, વાલોડ ,ડોલવણ સહિત સોનગઢ તાલુકામાં વરસાદી માહોલ... લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ વચ્ચે ગરમીથી આંશિક રાહત... સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો

વલસાડ જિલ્લામાં વહેલી સવાર થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વહેલી સવાર થી વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ નદીમાં પરિવર્તન થવા પામ્યા છે વલસાડ શહેર અને ધરમપુર તાલુકાને જોડતા ધરમપુર સ્ટેટ હાઇવે ઉપર ગૂંથણ સમાં પાણી ભરાય જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ગૂંથણ સમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો ના વાહનો બંધ થઈ જવા પામ્યા હતા સાથે વાહન ચાલકોએ ટ્રાફિક જામની પરિસ્થિતિ નો સામનો કરવાનો વારો આવ્યો જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધી નો વરસાદ વલસાડ 1.53 ઇંચ ધરમપુર 1.10 ઇંચ પારડી 1.70 ઇંચ ઉમરગામ 2.51 ઈંચ  

સાબરકાંઠાના પ્રાંતિજ અને તલોદમાં સવારના અરસા દરમિયાન ધોધમાર વરસાદ... બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો... પ્રાંતિજમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો... તલોદમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો... ધોધમાર વરસાદ વરસતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા.. જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ

વિજાપુરમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 8 ઇંચ કરતાં વઘુ વરસાદ... 4 કલાકમાં 205 MM વરસાદ ખાબક્યો... ટીબી રોડ , ખત્રી કુવા ચક્કર વિસ્તાર સહિત નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા... વિજાપુર મામલતદાર સહિત પાલિકા ટીમ કામે લાગી.. હાલમાં વરસાદે વિરામ લેતાં તંત્ર પાણી નિકાલ માટે કામે લાગ્યું

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link