એક-બે નહિ, પૂરા 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, અમદાવાદમાં આ દિવસે થશે વરસાદની એન્ટ્રી
આજે વલસાડ, નવસારી,ડગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી
વલસાડ,નવસારી,ડાંગ,સુરત,નર્મદા,છોટાઉદેપુર,પંચમહાલ,વડોદરા,મહીસાગર,દાહોદ,આણંદ
બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ,દાહોદ,મહીસાગર,ભરૂચ,છોટાઉદેપુર,સુરત,તાપી,નવસારી,નર્મદા,વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
બાનાકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર
અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવનનો સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.
આકરી ગરમીમાં ગુજરાતના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જળાશયો સૂકાભટ્ટ બન્યા છે. સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં માત્ર ૨૦.૪૯ ટકા પાણી બચ્યું છે. તો ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૦.૯૮ ટકા પાણી છે. કચ્છના ૨૦ જળાશયોમાં ૩૩ ટકા પાણી બચ્યું છે. તો દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૩.૭૭ ટકા પાણી છે. સરદાર સરોવર ડેમમાં પણ ૫૩.૪૨ ટકા પાણી બચ્યું છે. રાજ્યમાં સરદાર સરોવર ડેમ સહિત ૨૦૭ જળાશયોમાં ૪૪.૪૨ ટકા પાણી છે. જો કમોસમી વરસાદ આવે તો ડેમમાં થોડા ઘણા પાણીની આવક થઈ શકે છે.