ગુજરાતમાં ફરી આફતનો વરસાદ આવ્યો! અમદાવાદ સહિત પોણા ભાગના ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રી
સુરતમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ બાદ ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. ઉકાઈ ડેમની સપાટી 321.83 ફૂટ પર પહોંચી છે. ઉકાઈનું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કોઝવેની સપાટી ભયજનક વટાવી 6.38 મીટર પર પહોંચી છે. તાપી નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. તાપી નદી સજીવન થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
પ્રાંતિજમાં 5 ઈંચ વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રાંતિજ એપ્રોચ રોડ, ભાખરીયા, રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. હિંમતનગરના રણાસણથી મોહનપુર રોડ પર ઝાડ પડ્યું. ઝાડ પડવાને લઈને વાહન વ્યવહાર બંધ થયો છે. સ્થાનિકોએ તંત્રને જાણ કરી છે. ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.
અમદાવાદના નારણપુરા અને નવરંગપુરામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ધોધમાર વરસાદના કારણે અમદાવાદીઓને ગરમીથી રાહત મળી છે. મીઠાખળી, પાલડી સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદ નોઁધાયો. અવિરત ધોધમાર વરસાદ રહેશે તો પાણી ભરાવાની સમસ્યા થશે. જોકે લાંબા સમય બાદ વરસાદ થતાં અમદાવાદનું વાતાવરણ ખુશનુમા બન્યું છે.
વડોદરામાં વરસાદ વરસતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 16 ફૂટ થઈ છે. ગઈકાલ સુધી વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ હતી. તો આજવા સરોવરની સપાટી 211.65 ફૂટ થઈ છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. શહેરીજનો માટે હાલ નથી ચિંતાનો વિષય નથી. સવારથી વડોદરામાં પડી રહેલા અવિરત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ફતેપુરા તાલુકાના હિરોળામા મોડી રાત્રે પડેલા વરસાદના પગલે કોઝવે તૂટ્યો. સંજેલી તાલુકાના હીરોળાના પાડીયા ફળીયાને જોડતો કોઝવે તૂટ્યો છે. વરસાદના પગલે કોઝવે તૂટતા ગ્રામજનોને આવવા જતા ભારે મુશ્કેલી પડી રહી છે.
3 દિવસના વિરામ બાદ વરસાદ પડતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કલેક્ટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક માહિતી મેળવવામાં આવી રહી છે. ડિઝાસ્ટર વિભાગ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યો છે.
આજે મધ્ય ગુજરાત પર મેઘરાજાએ વરસાવ્યું હેત..વહેલી સવારથી દાહોદ, વડોદરા, મહીસાગર, ખેડામા વરસાદ..સારા વરસાદથી મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ થઈ શકે છે પુરી..
ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો... વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં ભરાયાં પાણી... પારસ સર્કલ, સંતરામ મંદિર વિસ્તાર, વાણિયાવાડ વિસ્તારમાં ભરાયા પાણી... વરસાદ થતાં વાહનચાલકોને હાલાકી...
પંચમહાલમાં વરસાદ બાદ ઘોઘંબાના સરસવા ગામે હાથણી માતાનો ધોધ જીવંત થયો.... હાથણી માતાનો ધોધ વહેતા આહલાદક દ્રશ્યો સર્જાયા.... મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે પ્રકૃતિનો નજારો માણવા....
તાપી જિલ્લામાં ભારે વરસાદ બાદ ધોધ સક્રિય થયાં... સોનગઢ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો... વરસાદી માહોલ બાદ કુદરતી સૌંદર્યનો નયનરમ્ય નજારો સામે આવ્યો...
મહીસાગર જિલ્લામાં પડેલા વરસાદે ખોલી તંત્રની પોલ... લુણાવાડામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.. વરાધરી રોડ, આનંદ પાર્ક, જયશ્રીનગરમાં પાણી ઘૂસ્યા
જિલ્લામાં ધોધમાર વરસાદને લઈ અનેક વૃક્ષો અને દીવાલો ધરાશાયી થઈ છે. લુણાવાડામાં ખેતીવાડી વિભાગની દિવાલ ધરાશાયી થઈ છે. લુણાવાડા નગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લુણાવાડા નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. પહેલા જ વરસાદમાં લુણાવાડા નગર પાલિકાની જાણે પોલ ખુલ્લી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લુણાવાડા નગરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા કેટલાક વીજ પોલ તૂટી પડ્યા છે. લુણાવાડા નગરના અલગ અલગ વિસ્તારમાં એમજીવીસીએલના વીજપોલ ધરાશાયી થયા છે. લુણાવાડાની વૃંદાવન સોસાયટી તરફ જતા માર્ગ ઉપર વિજ પોલ પડ્યો છે. વીજ પોલ ધરાશાય તથા સ્થાનિક લોકોએ કાર મૂકી અને રસ્તો બંધ કર્યો. ( તસવીર : IMD India Meteorological Department)
સવારે 7 વાગેથી આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું. અમદાવાદ સહિત મહીસાગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર રાજકોટમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. મહેસાણા, મોરબી, બોટાદ, ભાવનગર અને, જામનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ગાંધીનગર, આણંદ, નર્મદા, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને, કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. ( તસવીર : IMD India Meteorological Department)
મહીસાગર જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના સંતરામપુર, કડાણા, લુણાવાડા, ખા, વીરપુર, બાલાસિનોર તાલુકાઓમાં મોડી રાત્ર દરમિયાન ધમાકેદાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટની વચ્ચે મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ખૂબ લાંબા વિરામ બાદ વરસાદ આવતા ધરતીપુત્રો ખુશ ખુશાલ થયા છે. મહીસાગર જિલ્લામા મોડી રાત્રે વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. લુણાવાડા નગરપાલિકાની પોલ ખૂલી છે. લુણાવાડા નગરપાલિકા વિસ્તારના કેટલાક વિસ્તારોમાં સરકારી કામગીરીની પોલ ખૂલી છે. લુણાવાડા નગરના વરાધરી રોડ, આનંદ પાર્ક, જયશ્રીનગર સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ( તસવીર : IMD India Meteorological Department)