Market Crash: ફેબ્રુઆરીમાં આવશે `ઇતિહાસનો સૌથી મોટો સ્ટોક માર્કેટ ક્રેશ`... આ દિગ્ગજે કરી ભવિષ્યવાણી

Mon, 27 Jan 2025-7:35 pm,

Market Crash: શેરબજાર માટે આ વર્ષ અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. વર્ષ 2025માં અત્યાર સુધીમાં માત્ર 19 ટ્રેડિંગ દિવસો જ ગયા છે અને આમાંથી મોટાભાગના દિવસોમાં માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 

આજે સોમવારે અને 27 જાન્યુઆરીના રોજ પણ કારોબાર દરમિયાન બજાર 800 પોઈન્ટથી વધુ તૂટ્યું હતું. આ ઘટાડા બાદ આજે એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોના આશરે 10 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. 

આ દરમિયાન વધુ એક ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ શેરબજારને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. એક ટ્વીટમાં તેમણે ભવિષ્યવાણી કરી હતી કે "ઇતિહાસનો સૌથી મોટો શેરબજાર ક્રેશ" ફેબ્રુઆરી 2025માં થવાનો છે.  

કિયોસાકીના જણાવ્યા અનુસાર, આ અપેક્ષિત ક્રેશ પરંપરાગત રોકાણ બજારોમાં ભારે ઉથલપાથલનું કારણ બનશે. તેનાથી રોકાણકારોને મોટો ફટકો પડશે. જો કે, ક્વિકલી એક્ટ કરતા રોકાણકારો માટે આ એક મોટી તક હશે. 

રોબર્ટ કિયોસાકીના મતે, શેરબજારમાં ઘટાડાને લીધે ખરીદીની ઉત્તમ તક મળશે. આવા વાતાવરણમાં બધું વેચવાલી પર જાય છે. બજારમાં મંદી દરમિયાન, કાર અને મકાનો જેવી સંપત્તિ સસ્તી થઈ જાય છે. શેર અને બોન્ડ માર્કેટ ઉપરાંત વૈકલ્પિક રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એવો અંદાજ છે કે ક્રિપ્ટોકરન્સીમાં જબરદસ્ત વૃદ્ધિ થશે.  

કિયોસાકીએ 2013માં તેમના પુસ્તક 'રિચ ડેડ્સ પ્રોફેસી'માં નિકટવર્તી સ્ટોક માર્કેટ ક્રેશની ચેતવણી આપી હતી. તેમની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટ્સ સૂચવે છે કે આ ભવિષ્યવાણી ફેબ્રુઆરી 2025માં સાચી થવાની નજીક આવી રહી છે. 

જો કે, કિયોસાકી બજારમાં ઘટાડાને એક મોટી તક તરીકે જોઈ રહી છે. તેમનું કહેવું છે કે આવી આર્થિક મંદી દરમિયાન મિલકતો અને વાહનો સહિતની વિવિધ સંપત્તિઓ વધુ સુલભ બની જાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ભવિષ્યકર્તાની છે, તેની સાથે ZEE 24 કલાક સમંત છે તેમ માનવુ નહી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link