70 લાખ અમદાવાદીઓ પર મંડરાઈ રહ્યો છે આ જીવલેણ બિમારીનો સૌથી મોટો ખતરો!

Sat, 10 Aug 2024-7:12 pm,

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હ્રદય સંબંધી બિમારીમાં ધરખમ વધારો થયો છે. વર્ષ 2023ના પ્રથમ સાત માસમાં 40258 કેસ તો વર્ષ 2024માં સાત માસમાં હ્રદય સંબંધી બિમારીના કુલ 47180 કેસ 108 ઇમરજન્સીને મળ્યા છે. કેમ દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે. 

અમદાવાદમાં દરરોજ સરેરાશ 66 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી અમદાવાદમાં 12,133 કેસ નોંધાયા હતા. જે ચાલુ વર્ષે વધીને 13906 સુધી પહોચ્યા. આ હૃદયની સમસ્યાના સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.

108 ઇમરજન્સીમાં રજીસ્ટર થયેલા આંકડા હ્રદય સંબંધી વધેલા કેસની સાક્ષી પુરે છે. વર્ષ 2023માં 108માં સરેરાશ 191 કોલ હ્રદયની બિમારી સંદર્ભે હતા જે ચાલુ વર્ષે વધીને 224 સુધી પહોચ્યા છે માત્ર જુલાઇ 2024માં 7133 કોલ હાર્ટની બીમારી અંગે મળ્યા. જેની પાછળ અનિયમિત જીવનશૈલી, આલ્કોહોલનું સેવન, સ્મોકીંગ, અપુરતી ઉંઘ, જંકફુડનું વધેલુ ચલણ અને વ્યાયામ માટેની વ્યક્તિની આળસને તબીબો જવાબદાર માને છે. 

વર્ષ 2023માં જુલાઇ માસ સુધી હ્રદય સંબંધી બિમારીના કુલ 40258 કેસ 108 ઇમરજન્સીને મળ્યા હતા જ વર્ષ 2024ના જુલાઇ માસ સુધી વધીને 47180 પર પહોચ્યા એટલે કે વર્ષ 2023માં જુલાઇ માસ સુધી પ્રતિદિન 108 ઇમરજન્સીને 191 કેસ મળતા હતા જે 2024 જુલાઇ સુધી વધીને 224 સુધી પહોચ્યા છે. 

30થી 40 વર્ષની વયના યુવાનોમાં આ બિમારીનું પ્રમાણ 20 થી 22 ટકા જેટલુ વધ્યુ છે તબિબો દ્વારા સલાહ આપવામાં આવે છે કે હ્રદય રોગની બિમારી ધરાવતા દર્દીઓએ તેમની જીવનશૈલીમાં સુધારો કરવો પડે. શરીરને અનુકુળ પુરતો વ્યાયામ,પુરતા પ્રમાણમાં ઉંઘ લેવી જરુરી છે. સાથે જ તબીબો જંક ફુડ અને સોફ્ટડ્રીન્ક તથા એનર્જી ડ્રીન્કથી યુવાનોને દુર રહેવાની સલાહ આપે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link