Corona: દારૂ વગર ન રહી શકતા અને પાણીની જેમ ગટકાવતા લોકો માટે અત્યંત ખરાબ સમાચાર...
ભારતમાં હજુ પણ કોરોનાની રસીની વાટ જોવાઈ રહી છે. તેની ટ્રાયલ છેલ્લા સ્ટેજમાં પહોંચી છે. પરંતુ અનેક દેશ એવા છે જ્યાં કોરોનાની રસીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. સૌથી પહેલા ફાઈઝર કંપનીની રસીને બ્રિટન, કેનેડા, બહેરિન અને સાઉદી અરબે ઉપયોગ માટે મંજૂરી આપી. હવે અમેરિકાએ પણ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજરી આપી દીધી છે. બ્રિટનમાં તો અનેક લોકોને રસી અપાઈ ગઈ છે. પરિણામ પણ સારા આવી રહ્યા છે. ફાઈઝર ઉપરાંત બીજી કંપનીઓની રસી પણ લગભગ તૈયાર છે.
રશિયાની વેક્સિન સ્પૂતનિક વી (sputnik-v) અંગે અનેક દાવા કરાયા છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું છે કે રસી લગાવ્યા બાદ જો એક ચીજનું ધ્યાન ન રાખ્યું તો રસી સંપૂર્ણ રીતે બેઅસર થઈ જશે. sputnik-v રસી લીધા બાદ તે બે મહિના પછી કામ કરવાનું શરૂ કરશે. આવામાં રસી લેનારાઓએ કેટલીક સાવધાની રાખવી પડશે.
રસી આવતાની સાથે જ અલગ અલગ દાવાનું ગણિત બદલાતું જોવા મળી રહ્યુ્ં છે. પહેલા જે સેનેટાઈઝર અને આલ્કોહોલના ઉપયોગને યોગ્ય ગણાતું હતું તે હવે રસીને બેઅસર પણ બનાવી શકે છે. ગમલેયા ઈન્સ્ટિટ્યૂટના ચીફ એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગના જણાવ્યાં મુજબ આ રસી લીધા બાદ જો લોકો દારૂનું સેવન કરશે તો રસીની અસર ખતમ થઈ જશે. આથી જો કોરોનાને ખતમ કરવો હોય તો દારૂનું સેવન જરાય ન કરતા.
લોકોના જીવનને ખુશહાલ બનાવવ માટે વૈજ્ઞાનિકો અનેક મહિનાથી લેબમાં રિસર્ચ કરી રહ્યા છે. બહુ જલદી લોકો પાસે રસી પહોંચી જશે. ત્યારબાદ જનજીવન સામાન્ય થઈ શકશે. જો કે હજુ પણ લોકોના મનમાં અનેક સવાલ છે. શું રસી બધી સમસ્યાઓ દૂર કરી દેશે? શું કોરોનાનું નામોનિશાન મટી જશે? રસી કેટલી અસરકારક રહેશે? જેના પર વૈજ્ઞાનિકોએ પણ અલગ અલગ મત રજૂ કર્યા છે.