આ 10 સુંદર દેશોની સરહદો ભારતીયો માટે ખુલ્લી છે, જો તમારે ફરવું હોય તો વાંચી લો આ શરતો
દુબઈના અદભૂત દૃશ્યથી લઈને માનવસર્જિત ટાપુઓમાં શાહી રોકાણ કરવા સુધીની મજા તમે UAE (સંયુક્ત આરબ અમીરાત) ના પ્રવાસ દરમિયાન માણી શકો છો. તમારે ફ્લાઈટનાં 48 કલાક પહેલાનો કોવિડ-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ બતાવવાનો રહેશે. જો તમે ઈચ્છો, તો તમે UAE જતા પહેલા આંતરરાષ્ટ્રીય કવરેજ સાથે તમારુ મેડિકલ ઈન્શ્યોરન્સ પણ મેળવી શકો છો.
સેલિબ્રિટીઝ અને ઈન્ફ્લૂઅન્સર્સ છેલ્લા કેટલાક દિવસોથી માલદીવના સફેદ બીચ, ચમકતા પાણી અને વાદળી આકાશની ઘણી બધી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહ્યાં છે. આ તસવીરો જોયા પછી, જો તમે પણ માલદીવ જવાનું વિચારી રહ્યા છો, તો તમારે આગમનના 96 કલાક પહેલાનો કોવિડ-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. માલદીવ પહોંચવા પર, તમારી તબીબી તપાસ થઈ શકે છે અથવા તમને સ્વાસ્થ્ય સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછવામાં આવી શકે છે.
ઊંચા પહાડો પરથી બૌદ્ધ મંદિરોના સ્થાપત્યને જોવા માટે તમે નેપાળ જઈ શકો છો. દેશમાં હજુ પણ ઘણા પ્રતિબંધો છે. પરંતુ તેમ છતાં તમે તેના ઊંચા શિખરોનો નજારો નજીકથી જોઈ શકશો. નેપાળ જતા ભારતીયોને 72 કલાક પહેલાનો કોવિડ-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ ઉપરાંત SARS-CoV2 GeneXpert અથવા Nucleic acid Amplification Test (NAAT)ની જરૂર પડશે.
ન્યૂયોર્કની ચહલ-પહલથી માંડીને હોલિવૂડના બીચ અને શેરીઓનો વિચાર તમારા મગજમાં ઘણીવાર આવ્યો હશે. હવે તમે ટૂરિસ્ટ વિઝા પર સરળતાથી અમેરિકા જઈ શકો છો. અહીં જતા પહેલા 72 કલાક પહેલાનો કોવિડ-19 પીસીઆર ટેસ્ટ તમારી સાથે રાખવો અને ટ્રાવેલ ઓથોરિટીને માન્ય નેગેટિવ પીસીઆર ટેસ્ટ સર્ટિફિકેટ બતાવવું આવશ્યક છે. દેશના જુદા જુદા શહેરોની મુલાકાત લેવા માટે તમારે ખાસ હેલ્થ ફોર્મ પણ ભરવું પડી શકે છે.
લીલીછમ જગ્યા, ઐતિહાસિક સ્મારકો અને સુંદર બીચના કારણે શ્રીલંકાની ગણતરી આદર્શ પ્રવાસન સ્થળોમાં થાય છે. જો તમે શ્રીલંકા જવા માંગતા હોવ, તો તમારે આગમન સમયે નેગેટિવ કોવિડ-19 પીસીઆર ટેસ્ટ સર્ટિફિકેટ બતાવવું પડશે. આ ટેસ્ટ રિપોર્ટ 72 કલાકથી વધુ પહેલાનો ન હોવો જોઈએ. આ સિવાય રસીકરણ ન કરાવનાર લોકોએ 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.
થાઈલેન્ડ 1 નવેમ્બરથી પ્રવાસીઓ માટે ખુલ્લું થવા જઈ રહ્યું છે. અહીં, બેંગકોકના અદ્ભુત બજારોથી લઈને કોહ તાઓ જેવા ટાપુનો સુંદર નજારો છોડીને તમને અહીંથી જવાનું મન નહીં થાય. થાઈલેન્ડ પહોંચ્યા પછી ક્વોરન્ટાઈનમાં રહેવાની જરૂર નથી, પરંતુ આગમનના 72 કલાક પહેલા કોવિડ-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ અને રોયલ થાઈ એમ્બેસી દ્વારા જારી કરાયેલ પ્રવેશ પ્રમાણપત્રની જરૂર પડશે.
યુક્રેનની રાજધાની કીવના સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલથી લઈને લવીવમાં પર્વતની ટોચ પર આવેલા મહેલ સુધીનો નજારો યુક્રેનની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. જો તમે યુક્રેનનાં પરીકથાવાળા શહેરો અને રસ્તાઓની મુસાફરી કરવા માંગતા હો, તો તમારી પાસે વીમા પૉલિસી હોવી જરૂરી છે. આ વીમો યુક્રેનની વીમા કંપની અથવા યુક્રેન સ્થિત વિદેશી વીમા કંપનીનો હોવો જોઈએ.