જુઓ, ગંભીર-કેફ બાદ આ ક્રિકેટરો પણ રમ્યા વિના લઈ શકે છે નિવૃતી

Wed, 05 Dec 2018-1:55 pm,

ગૌતમ ગંભીરે પોતાના અંતિમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2016મા રમી હતી. તેણે પોતાની અંતિમ વનડે પાંચ વર્ષ  પહેલા 2013મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. ગંભીરે ભારત માટે 58 ટેસ્ટ, 147 વનડે અને 37 ટી20 મેચ રમી છે. 4  ડિસેમ્બરે તેણે નિવૃતીની જાહેરાત કરી હતી. 

ભારતના સ્ટાઇલિશ લેફ્ટહેન્ડર બેટ્સમેન યુવરાજ સિંહે અત્યાર સુધી 40 ટેસ્ટ મેચ, 301 વનડે અને 58 ટી20 મેચ  રમી છે. યુવરાજે પોતાની અંતિમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2012 અને વનડે વર્ષ 2017મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ  રમી હતી. તેણે પોતાની અંતિમ ટી20 મેચ વર્ષ 2017મા જ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમી હતી. 

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે પોતાના કરિયરમાં કુલ 103 ટેસ્ટ મે, 236 વનડે અને 28 ટી20  મેચ રમી છે. હરભજને પોતાની અંતિમ વનડે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2015મા વાનખેડે સ્ટેડિયમમાં રમી હતી.  તેની અંતિમ ટેસ્ટ 2015મા શ્રીલંકા વિરુદ્ધ હતી. વાત ટી20 કરીએ તો હરભજને પોતાની અંતિમ મેચ યૂએઈ વિરુદ્ધ  2016મા રમી હતી. 

લેગ સ્પિનર અમિત મિશ્રાએ પોતાના ક્રિકેટ કરિયરમાં અત્યાર સુધી 22 ટેસ્ટ મેચ, 36 વનડે અને 10 ટી20 મેચ  રમી છે. અમિત મિશ્રાએ અંતિમ ટેસ્ટ ડિસેમ્બર 2016મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમીહતી. તો પોતાની  અંતિમ વનડે  2016મા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. 

કેફે ભારત માટે 13 ટેસ્ટ, 125 વનડે રમી અને તેણે આ વર્ષે ઓગસ્ટમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની  જાહેરાત કરી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link