ATM દ્વારા શિક્ષણ!! ગુજરાતમાં અહીં જોવા મળ્યું પ્રથમ શિક્ષણ આપતું ડિજિટલ એટીએમ, બાળકો હવે શિખસે આંગળીના ટેરવે!

Mon, 16 Oct 2023-6:12 pm,

જૈનોની તીર્થ નગરી શંખેશ્વર ખાતે જન મંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ જગતમાં ડિજિટલ ક્રાંતિ લાવવાનો પ્રયાસ પાટણ જિલ્લામાં પ્રથમ વખત થવા પામ્યો છૅ. ઓલ ટાઈમ એજ્યુકેશન એટીએ ડિજિટલ કોમ્પ્યુટર લેબનો પ્રારંભ કરવામાં આવ્યો છૅ. 

સમગ્ર ગુજરાતમાં ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા શંખેશ્વર જેવા પછાત વિસ્તારની પસંદગી કરી દાતાએ ઉદાર હાથે 20 એટીએ (શૈક્ષણિક atm ) સેટ કાયૅરત બનાવવામાં આવ્યાં છે. જેમાં ધો.1 થી ધો. 8 સુધીના અભ્યાસક્રમને લગતાં 1200  શિક્ષણ જ્ઞાનના ભંડારને અપડેટ કરવામાં આવ્યો છે. જે અભ્યાસક્રમ બાળકો આંગળીના ટેરવે અને હેડફોનના માધ્યમથી અભ્યાસ કરી શકશે.

શંખેશ્વર જેવા પછાત વિસ્તારમાં જરૂરિયાત મંદ પરિવારના બાળકો કે જેઓ શિક્ષણની ફી સાથે ટ્યુશનની ફી ભરવા સક્ષમ નથી. તેવા પરિવારના બાળકોને જનમંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલના માધ્યમથી દાતા પરિવાર દ્રારા કાર્યરત કરાયેલી શિક્ષણ જગતની ક્રાંતિ સ્વરૂપ અને સમગ્ર ગુજરાતમાં શંખેશ્વર ખાતે પ્રારંભ કરાયેલ એટીએ ડિજિટલ કોમ્પ્યુટર લેબ આશીર્વાદ રૂપ બની રહેશે.

આગામી દિવસોમાં ધો.9 થી 12 વિધાર્થીઓ માટે પણ ઓનલાઇન એજયુકેશન ડેટા અપડેટ કરી આ શૈક્ષણિક ક્રાતિ ને વધુ વિસ્તારવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છૅ. આ પ્રસંગે ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, દાતા પરિવાર  અને શંખેશ્વર ગ્રામપંચાયત સરપંચ સહીત વિદ્યાર્થીઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link