આ આગાહી જાણી કે...અંબાલાલ પટેલે ફરી ગુજરાત માટે જે આગાહી કરી તે છે અતિ ભયંકર!
દિવાળીના એક અઠવાડિયા પહેલાં શિયાળો બેસવાના બદલે ગુજરાતમાં ફરીથી બેઠું ચોમાસું છે. આઠમા નોરતાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત છે. આજે પણ સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન બન્યું છે. તેના પ્રભાવ હેઠળ, 21 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે. તે પછી, લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેની અસરને કારણે 21 ઓક્ટોબર સુધી આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ અને તેજ પવનની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. લોકલ ક્ન્વકશનના વરસાદ આવશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. હાલ આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહી છે. અમેરિકાથી લઈને અમદાવાદ સુધી વાતાવરણમાં એવા પલટા આવી રહ્યાં છે કે, ઠંડીમાં ગરમી અને ગરમીમાં વરસાદ એવું અનુભવાય છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે ભયંકર છે. તેમણે છેક 2027 સુધીની આગાહી કરીને કહ્યું કે,આગામી દસકો વધુ ખરાબ હશે.
મધ્ય બંગાળની ખાડીમાં 22 થી 24 ઓક્ટોબર સુધી વરસાદી સ્થિતિ યથાવત રહેશે. ત્યારપછી 23મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધવા લાગશે અને 25મીએ તેની ઝડપ વધુ ઝડપી બનશે. આ સમયગાળા દરમિયાન વરસાદ અને પવનની વધુ ઝડપને કારણે માછીમારો અને પ્રવાસીઓને દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજે અમદાવાદ ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આજે મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. 22-23-24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. આ વિસ્તારોમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળના ઉપસગારમાં ચક્રવાત આવવાની શક્યતા છે.
મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી મોસમી ગતિવિધિ બની રહી છે. જેના કારણે તમિલનાડુના દરિયાકાંઠાથી લઈને આંધ્રપ્રદેશ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું કે 21 ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનવાની સંભાવના છે. જેના કારણે 24 થી 25 ઓક્ટોબર દરમિયાન દ્વીપકલ્પના ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન નિષ્ણાતે આગાહી કરી કે, 30 મી ઓક્ટોબરથી ફરીથી વાતાવરણમાં પલટો આવશે. દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. દિવાળી બાદ રાજ્યમાં વહેલી સવારથી ઠંડીનો અનુભવ થશે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 7-14 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 7 થી 13 નવેમ્બરમાં બાંગાળાની ઉપસગારમાં ફરી ચક્રવાત આવશે. 17 થી 20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે.
તેમણે ઠંડી વિશે આગાહી કરતા કહ્યું કે, 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. માર્ચ મહિના સુધી રાજ્યમાં માવઠા આવતા રહેશે. આ વર્ષે શિયાળામાં પણ અષાઢી માહોલ રહેશે. છેક 2027 થી આવતો દસકો હવામાનમાં વધુ ફેરફાર લઈને આવશે.
આગાહી વાત કરીએ તો ઓક્ટોબર મહિનાને ‘મન્થ ઓફ સાયક્લોન્સ’ કહેવામાં આવે છે. IMD DG મૃત્યુંજય મહાપાત્રાએ શનિવારે બંગાળની ખાડીમાં ચાલી રહેલી મોસમી ગતિવિધિઓ વિશે વાત કરી. તેમણે કહ્યું કે સોમવારે એટલે કે 21 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. જે ઘણા ચક્રવાતી મોડલની વિશેષતાઓ દર્શાવે છે. દ્વીપકલ્પીય ભારતમાં સતત વરસાદ પડી રહ્યો છે. ઓડિશાના ભાગો, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, તમિલનાડુ, આંતરિક અને દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ ચાલુ છે.
આગામી બે-ચાર દિવસમાં તે વધુ તીવ્ર બની શકે છે. કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 22 થી 25 ઓક્ટોબર સુધી શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના છે. 20 ઓક્ટોબરે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છ, ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે. 20 ઓક્ટોબરે મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે.
ઓક્ટોબર મહિનાને 'સાયક્લોનનો મહિનો' કહેવામાં આવે છે. બંગાળની ખાડીમાં આવી ગતિવિધિઓ થતી જોવા મળે છે. તેમણે કહ્યું કે, જોકે ચક્રવાતની આગાહી કરવી ખૂબ જ વહેલું ગણાશે. જો કે, 22 થી 23 ઓક્ટોબરની વચ્ચે ખતરનાક દરિયાઈ ગતિવિધિઓ જોવા મળશે, જેના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ઓરિસ્સામાં 23 થી 25 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.