PHOTOs: અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં કર્યું શક્તિ પ્રદર્શન, હૈયે હૈયું દળાય એવી ભીડ
રાજ શેખાવતથી લઈને મહિપાલ સિંહ મકરાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. રાજકોટમાં મોટી સંખ્યામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી રાજપૂતો સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં હૈયે હૈયું દળાય એટલી ભીડ જોવા મળી હતી.
આ સંમેલનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા છે. રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોના મહાસંમેલનની સાઈડ ઈફેક્ટની વાત કરીએ તો રતનપર ગામ નજીક નેશનલ હાઈવે પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યા છે.
આ સંમેલનમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રમુખ મહિપાલ મકરાણા પણ પહોંચ્યા હતા. મકરાણાએ કહ્યું કે આ એક નજારો છે. ચિત્ર હજુ બાકી છે. હોળીના અવસરે પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે મહારાજાઓ અંગ્રેજો સમક્ષ શરણાગતિ સ્વીકારીને રોટી-બેટીનો વહેવાર કરતા હતા.
રૂપાલાના આ નિવેદન સામે ક્ષત્રિયો આંદોલન કરી રહ્યા છે. રૂપાલાએ ત્રણ વખત માફી માંગી છે, પરંતુ ક્ષત્રિય સમાજનું કહેવું છે કે રૂપાલાને ટિકિટ કેન્સલ કરાવવાથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી.