આ છે દુનિયાના સૌથી શક્તિશાળી અને અમૂલ્ય તાજ, જેને મળે છે તે કરે છે રાજ

Fri, 05 May 2023-12:53 pm,

પ્રથમ નંબર બ્રિટનની રાણીનો તાજ છે જેના પર કોહિનૂર જડેલો છે. જો કે બ્રિટિશ શાહી પરિવારે નિર્ણય લીધો છે કે પ્રિન્સ ચાર્લ્સના રાજ્યાભિષેક દરમિયાન રાણી કેમિલાને આ તાજ પહેરાવવામાં નહીં આવે. 

વિશ્વનો બીજો સૌથી શક્તિશાળી તાજ પવિત્ર રોમન સામ્રાજ્યનો છે. આ તાજ પણ કિંમતી હીરા અને રત્નજડિત છે. આ તાજ હાલમાં બ્રિટિશ મ્યુઝિયમમાં છે.

વિશ્વનો ત્રીજો સૌથી શક્તિશાળી તાજ રશિયન સામ્રાજ્યનો છે. આ તાજને ગ્રેટ ઈંપીરિયલ ક્રાઉન કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે જેના માથા પર આ તાજ રહ્યો છે તેણે કોઈપણ વિરોધ વિના શાસન કર્યું છે.

ચોથા ક્રમે ચેક ગણરાજ્યનો તાજ આવે છે. પહેલીવાર આ તાજને સામાન્ય લોકોની સામે સમ્રાટ ચાર્લ્સ ચતુર્થની 700મી જન્મજયંતિ પર મુકવામાં આવ્યો હતો. બે અઠવાડિયા દરમિયાન આ તાજને 40 હજારથી વધુ લોકોએ જોયો હતો.

હંગરીનો તાજ વિશ્વના સૌથી શક્તિશાળી તાજની યાદીમાં પાંચમા ક્રમે આવે છે. 1200 વર્ષ સુધી હંગરીના દરેક રાજાએ આ તાજ પહેર્યો હતો.  1946 માં હંગરીમાં રાજાશાહીનો અંત આવ્યો અને ત્યાં લોકશાહી શરુ થઈ. પરંતુ આ તાજ આજે પણ દુનિયાના કિંમતી તાજની યાદીમાં સ્થાન ધરાવે છે.

નેધરલેન્ડનો તાજ પણ વિશ્વના સૌથી શક્તિશાળી અને કિંમતી તાજની યાદીમાં આવે છે. જ્યારે ક્વીન બેયાટ્રિક્સે 2013માં પોતાનું સિંહાસન છોડ્યું ત્યારે આ તાજ તેમના પુત્ર પ્રિંસ એલેક્સાંડરને આપવામાં આવ્યો અને તે રાજા બન્યો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link