The Poison Garden: અહીંયા છે ઝેરીલું ગાર્ડન, કોઈનું મૃત્યુ ના થાય તે માટે છોડ અને ફૂલોને અડવાની મનાઈ!

Wed, 04 Aug 2021-4:27 pm,

રખડતા માણસો અને પાલતુ પ્રાણીની સાથે થવાવાળી કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને રોકવા માટે,  બગીચાને મોટા દરવાજાથી ઘેરવામાં આવ્યો, અહીં ચેતવણી માટે ખોપરી અને ક્રોસબોન્સ રાખવામાં આવ્યા જેથી લોકો દૂરથી જ સમજી જાય કે આ પાર્ક ઝેરીલા છોડથી ભરેલો છે. 

બગીચાની વિઝિટ લેવાવાળા વિઝિટર્સ  એક અનુરક્ષણ ગાઈડ (Escorted Guide) ની સાથે પ્રવેશ કરી શકે છે અને ગાર્ડનમાં કોઈ પણ છેડ અડવું કે સુંઘવાની મનાઈ છે. 

અહીં એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે જ્યાં, કેટલાક ટૂરિસ્ટ મુલાકાત સમયે  ધુમ્રપાન કરવાથી બેહોશ થઈ ગયા. બગીચામાં લગભગ 100 ઝેરીલા અને નશીલા છોડ છે. આમા સુંદર લીલા ફુલ પણ છે. જે માત્ર જીવલેણ બેરી જ નહીં પરંતુ તેના પાંદડા અને દાંડી પણ જીવલેણ હોય છે.

ઘણા છોડ જેવા કે લૉરેલ, વિશાલ હૉગવીડ ફોટોક્સિક છે, જેનો અર્થ એ છે કે આ ચામડીને દઝાડી દેશે અને તમને 7 વર્ષ સુધી ફોલ્લા પાડી શકે છે. 

દરેક બગીચા (English Gardens) ની જેમ, દ પોઈઝન ગાર્ડન (The Poison Garden) ને પણ મેન્ટેન કરીને રાખવામાં આવે છે આ માટે અહીંના કર્મચારીઓને છોડની માવજત માટે સુરક્ષિત સૂટ પહેરવો પડે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link