આ છે ગુજરાતની સૌથી મોંઘી ઘારી, ખાસિયત જાણી ચોંકી જશો! એક પીસ ઘારીની કિંમત છે અધધ...
આ વર્ષે ગોલ્ડ ઘારીની ડિમાન્ડમાં વધારો થયો છે. ગોલ્ડ ઘારીની એક નંગની કિંમત 1100 રૂપિયા અને એક કિલો ગોલ્ડ ધારીનો ભાવ 11 હજાર રૂપિયા છે.
ગોલ્ડન ઘારી બનાવવા માટે સોનાનું વરખ ચડાવવમાં આવે છે. સોનાનું વરખ આરોગી શકાતું હોવાથી ગોલ્ડન ઘારી લોકો ખરીદી રહ્યા છે. જ્યારે સામાન્ય ઘારીનો એક કિલોનો ભાવ 800થી 900 રૂપિયા છે. છેલ્લા ત્રણ વર્ષના ઘારીના વેચાણના આંકડાની વાત કરીયે તો 100 ટનથી વધુ ઘારીનું વેચાણ થયું છે.
તો ઘારીના વિક્રેતા પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ચંદી પડવા પહેલા ઘારીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી. ઘારીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે.
મહત્વની વાત એ છે કે લોકો ઘારી આરોગી લેશે પછી સેમ્પલનો રિપોર્ટ આવશે. એટલે કહી શકાય કે તંત્ર દર વર્ષે તપાસના નામે માત્ર નાટક કરે છે કેમ કે ગયા વર્ષે લેવાયેલા સેમ્પલ ફેલ ગયા હતા. લોકોએ ઘારી આરોગી લીધા પછી જ સેમ્પલનો રિપોર્ટો આવ્યો હતો.