કાંચિડાના બદલાતા રંગ પણ આપે છે આ ખાસ સંકેત, જાણો શું હોય છે તેનું મહત્વ

Sat, 11 Dec 2021-4:02 pm,

દરેક પ્રાણીઓમાં એક ખુબી હોય છે. તેવી જ રીતે કાંચિડામાં પણ રંગ બદલવાની કુદરતી કલા હોય છે. કાંચિડો પોતાની સુરક્ષા માટે રંગ બદલી શકે છે. ખતરાથી બચવા માટે કાંચિડાને આવું કરવું પડે છે.  

મોટા ભાગે શિકારીથી બચવા કાંચિડો પોતાના શરીરનું રંગ બદલી નાખતો હોય છે..કાંચિડો જ્યાં બેઠો હોય તે જગ્યાના અને આસપાસની વસ્તુઓ મુજબ પોતાનો રંગ બદલી નાખે છે. જેથી શિકારીની નજરમાં કાંચિડો આવતો નથી. આમ શિકારી પ્રાણીઓથી બચવા  કાંચિડાની આ કળા કારગત સાબિત થાય છે.

એક સંશોધનમાં સામે આવ્યું છે કે કાચિંડો પોતાની આક્રમકતા, ગુસ્સો, અન્ય કાચિંડા પ્રત્યેનો પોતાનો મૂડ બતાવવા રંગ બદલે છે. સાથે જ રંગ બદલી સાંકેતીક ભાષામાં પોતાની લાગણી પણ વ્યક્ત કરે છે. સંશોધનમા બતાવામા આવ્યુ છે કે કાચિંડો ફક્ત પોતાના રંગો જ નહી પોતાની ચમક પણ બદલે છે.

કોઈ ખતરો લાગે તો કાંચિડો તરજ પોતાના  રંગની સાથે કદ પણ બદલી નાખે છે. ફૂલીને પોતાા કદને વિશાળ કરવાની ખાસ કળા કાંચિડા પાસે રહેલી છે. જીવ વૈજ્ઞાનિકોના મત મુજબ રંગ બદલાવા પાછળ કાચિંડો એક શારીરિક પ્રક્રિયા ધરાવે છે. કાચિંડો વાતાવરણ અનુસાર રંગ બદલે છે. કારણ કે તેની ત્વચા પર ફોટોનિક ક્રિસ્ટલ નામનુ એક સ્તર હોય છે.

પ્રકાશના પ્રતિબિંબથી ફોટોનિક ક્રિસ્ટર સ્તર પર અસર થતી હોય છે. જેથી કાંચિડાનો રંગ બદલાયેલો લાગે છે. જયારે કાચિંડો શાંત હોય ત્યારે ક્રિસ્ટલ પ્રકાશના વાદળી તરંગને પરિવર્તિત કરે છે. પરંતુ જ્યારે કાંચિડો ઉત્સાહમાં હોય ત્યારે સ્ફટિકોનુ સ્તર વધી જતા પીળા અને લાલ રંગને પરાવર્તિત કરે છે. આમે અલગ અલગ ઋતુ મુજબ રંગ બદલી કાંચિડો પોતાનું રક્ષણ કરે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link