દેશની સૌથી અમીર દીકરી : ઈશા અંબાણી તો ક્યાંય પાછળ, આ રીતે કરે છે અબજોની કમાણી
આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન અને અરબપતિ બિઝનેસ મેન કુમાર મંગલમ બિરલાની સૌથી મોટી દીકરી અનન્યા બિરલા કઈ રીતે કમાણી કરે છે એ પણ જાણવું જરૂરી છે.
બિરલા ખાનદાનની ચૌથી પેઢી અનન્યા અને તેમનો નાનો ભાઈ આર્યમાન બિરલા ગ્રૂપના કન્ઝ્યૂમર બિઝનેસમાં મોટી ભૂમિકા ભજવી રહયા છે. 2024ના ફોર્બ્સ લિસ્ટ અનુસાર કુમાર મંગલમ બિરલા એ દુનિયાના 90 માં અને ભારતના 7 મા નંબરના અબજોપતિ છે. જેમની કુલ સંપત્તિ 22.6 બિલિયન ડોલર છે.
અનન્યા બિરલા હિન્દાલ્કો, ગ્રાસિમ, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ અને આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશનના બોર્ડમાં છે. જે આગામી સમયમાં મોટા બદલાવ તરફનો ઈશારો છે. આ કંપનીઓમાં અનન્યા મોટી ભૂમિકા નિભાવી શકે છે.
અનન્યા બિરલાએ બિઝનેસ સિવાય સિંગિગની દુનિયામાં પણ તેનું નામ ગૂંજતું કર્યું છે. જેમાં તે સારી કમાણી કરી રહી છે. હોલ્ડ ઓન અને લિવિન ધ લાઈફ જેવા હિટ અંગ્રેજી ગીતો માટે જાણીતી અનન્યા બિરલાએ સિંગિગ ક્ષેત્રને અલવિદા કરી દીધી છે.
કેટલાક રિપોર્ટસનું માનીએ તો અનન્યા બિરલાની કુલ સંપત્તિ 13 બિલિયન ડોલર કહેવામાં આવી રહી છે. જોકે, અનન્યાએ ક્યારેય સાર્વજનિક રૂપે આ મિલકત કયાંય જાહેર કરી નથી. જોકે, તેઓ બે કંપનીઓમાં સીઈઓ હોવાને કારણે તેમની જબરદસ્ત નેટવર્થ હોવાનું સૌ કોઈ માને છે.
બિઝનેસ જગતમાં અનન્યા બિરલાએ પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. આ સિવાય અનન્યા ફેશન સેન્સ લઈને પણ ભારે ચર્ચામાં છે. તે કેટલાક મેગેઝિન માટે ફોટો શૂટ પણ કરાવી ચૂકી છે.