વિશ્વની સૌથી મોંઘી કાર, જેની કિંમતમાં આવી શકે છે 513 ફોર્ચ્યુનર, જુઓ PHOTOS!
વિશ્વની સૌથી મોંઘી કાર કઈ છે? શું તમે જાણો છો? આ કારની કિંમત એટલી વધારે છે કે તેની કિંમત 513 ફોર્ચ્યુનર કાર આવી શકે છે.
Rolls-Royce La Rose Noire Droptail વિશ્વની સૌથી મોંઘી કાર છે. તેની કિંમત 267 કરોડ રૂપિયા છે. બ્રિટિશ લક્ઝરી કાર નિર્માતા ગ્રુપ રોલ્સ રોયસ આ કાર બનાવે છે. માત્ર તેના લિમિટેડ એડિશન જ ઉપલબ્ધ છે.
રોલ્સ રોયસ લા રોઝ નોયર ડ્રોપટેલ કારની કિંમત રૂ. 267 કરોડ છે, જ્યારે ફોર્ચ્યુનરની કિંમત રૂ. 52 લાખની આસપાસ છે. આ રીતે, રોલ્સ-રોયસ લા રોઝ નોઇર ડ્રોપટેલને બદલે 513 ફોર્ચ્યુનર આવી શકે છે.
Rolls-Royce La Rose Noire Droptail કારની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે. આ કાર 5 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
Rolls-Royce La Rose Noire Droptail કારમાં ટ્વિન-ટર્બોચાર્જ્ડ 6.75 લિટર ક્ષમતાનું V12 એન્જિન છે. તે 601 HP પાવર અને 840 Nm ટોર્ક જનરેટ કરે છે. કારના ઈન્ટિરિયરમાં બ્લેક સિકેમોર વુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.