વાત એક એવા રંગીન મિજાજી રાજાનીઃ 365 રાણી અને 50થી વધારે બાળકો, 38 વર્ષ સુધી કર્યુ રાજ

Sun, 25 Apr 2021-5:10 pm,

મહારાજા ભૂપિંદર સિંહના રંગીન મિજાજનો ઉલ્લેખ દીવાન જરમની દાસે પોતાના પુસ્તક ‘મહારાજા’માં વિસ્તારપૂર્વક કર્યો છે. તેમણે પુસ્તકમાં લખ્યા મુજબ, રાજાએ પટિયાલામાં ‘લીલા-ભવન’ નામનો મહેલ બનાવ્યો હતો. જ્યાં માત્ર વસ્ત્ર વગરનાં લોકોને જ એન્ટ્રી મળતી હતી. આ મહેલ પટિયાલા શહેરમાં ભૂપેંદરનગર જતાં રસ્તા પર બાહરદરી બાગની પાસે બનાવવામાં આવેલ છે.

દીવાન જરમની દાસનાં જણાવ્યા મુજબ, મહેલમાં એક ખાસ રૂમ હતો. જે ‘પ્રેમ મંદિર’નાં નામે ઓળખાતો હતો. આ રૂમ માત્રને માત્ર મહારાજ માટે જ રિઝર્વ હતો. એટલે કે આ રૂમમાં તેમના સિવાય કે તેમની મંજૂરી વગર ચકલુ પણ પ્રવેશી શકતુ ન હતુ. આ રૂમમાં રાજાના ભોગ-વિલાસની બધી જ સુવિધા હતી. 

તેમના મહેલની અંદર એક મોટુ તળાવ પણ હતુ. જ્યાં એકસાથે લગભગ 150 લોકોના ન્હાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજા મોટાભાગે આ જગ્યા પર પાર્ટી આપતા હતા. આ પાર્ટીમાં રાજાના માનીતીઓ અને પ્રેમિકાઓને બોલાવવામાં આવતી હતી. આ સિવાય મહારાજના કેટલાક ખાસ લોકો પણ પાર્ટીમાં સામેલ થતા. તેઓ તળાવમાં ખૂબ ન્હાતા, મજાક-મસ્તી અને ઐયાશી કરતા હતા.

ઈતિહાસકારોના જણાવ્યા મુજબ, મહારાજા ભૂપિંદર સિંહની મુખ્ય 10 રાણીઓ સહિત કુલ 365 રાણીઓ હતી. જેમના માટે પટિયાલામાં ભવ્ય મહેલ બનાવવામાં આવ્યા હતા. 

આ મહેલોમાં રાણીનાં સ્વાસ્થ્યની દેખરેખ માટે હંમેશા ચિકિત્સા વિશેષજ્ઞોની ટીમ પણ હાજર રહેતી હતી. દીવાન જરમની દાસનાં જણાવ્યા મુજબ, મહારાજાને 10 રાણીઓથી કુલ 83 બાળકો થયા, જેમાંથી માત્ર 53 બાળકો જ જીવિત રહ્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link