168 વિશ્વની દુર્લભ કાર ધરાવતા આ સુરતી કાકા, કારના બદલામાં મળી હેલિકોપ્ટરની ઓફર
કિરણસિંહ ગોહિલ, સુરત: વાત કરીએ એક એવા વ્યક્તિની જેણે બાળપણમાં સ્વપ્ન જોયું હતું માત્ર એક એમ્બેસેડર કારનું. પણએ વ્યક્તિ આજે દુનિયાની દુર્લભ ગણાતી 168 વિન્ટેજ કારનો માલિક બની ગયા છે. તો આજે એવા એક વ્યક્તિ વિશે જણાવી રહ્યાં છીએ જેઓ પોતાના સખ્ત પરિશ્રમ અને આત્મવિશ્વાસથી આગળ વધ્યાો છે.
સુરત જિલ્લના કામરેજ તાલુકાના કાંતિ પટેલ. આમતો કે.કે અને કાંતિ કાકાના નામે જાણીતા છે. મૂળ સૌરાષ્ટ્રના અને સુરતમાં વર્ષોથી સ્થાઈ થયા હતા. કે.કે નાનપણથી ઉત્સાહી અન્ય લોકોથી કઈ અલગ કરવાની ઉત્સુકતા હતી. બાળપણમાં તેમનું સ્વપ્ન હતું એક એમ્બેસેડર કારનું. કાર હોય અને ડ્રાયવર હોય તો પોતાના મન મુજબ તેમને ફરવું હતું. તેઓને પોતે પણ ખબર નોહતી કે એક એમ્બેસેડર કારનું સ્વપ્ન કેટલું મોટું સ્વપ્ન સાકર બની જશે. પોતાની આગવી કોઠાસૂઝ અને અનોખા શોખના કારણે તેઓ આજે સુરતમાં જાણીતા બન્યા છે.
કાંતિ પટેલ પાસે દુનિયાની અતિ દુર્લભ 168 કાર છે. જેમાં 127 કાર રાજા રજવાડાના સમયની, તો એક કાર અમેરિકાના દ્રિતીય પૉપની છે. જયારે ભારતના પ્રવાસે આ પૉપ આવ્યા હતા. ત્યારે વિમાનમાં બે કાર કોન્ટીનેંટલ કંપનીની લાવ્યા હતા. જેમાંની એક કાર તેમની પાસે છે. તો બીજી વિન્ટેજ કાર વડોદરાના એક દવાની ઉત્પાદક કંપનીના માલિક દ્વારા ખાસ અને પ્રમુખ સ્વામી માટે ઉપયોગમાં લેવાતી કાર પણ તેમની પાસે છે.
કાંતિ પટેલ પાસે રાજા રજવાડાના સમયની અનેક વિન્ટેજ કાર જોવા મળે છે. સાથે ફિલ્મમાં વપરાયેલ કાર, ટ્રક, બાઈકનું પણ મોટા પ્રમાણમાં કલેક્શન છે. ડોન ફિલ્મમાં અભિનેતા અમિતાબ બચ્ચન દ્વારા ઉપયોગમાં લેવાયેલી કાર છે. 168 જેટલી દુનિયાની અતિ દુર્લભ કારો છે. જેમાંથી 127 વિન્ટેજ કાર છે. કામરેજ ખાતે આવેલા કાંતિ પટેલના ફાર્મમાં આજે પણ 168 જેટલી કાર ચાલુ અવસ્થામાં જોવા મળે છે. આ કારની ઉંમર 107થી 70 વર્ષની છે એટલે અંદાજ આવી જાય કે આ કાર એક સમય કોઈના માટે આન બાન અને શાન ગણાતી હતી. તે આજે કાંતિ પટેલના ફાર્મની શોભા બની ઉભી છે.
કાંતિ પટેલ પાસે માત્ર વિન્ટેજ કાર અને બાઇકનો સંગ્રહ નથી પણ તેઓ પાસે રશિયા,બેલારુસ સહિતના દેશોમાંથી ટ્રેકટર પણ ખરીદી લાવ્યા છે સાથે ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલી આર્મીની ટ્રક પણ આકર્ષણ નું કેન્દ્ર છે આ આર્મી ટ્રકની ખાંસીયત એવી છે કે, જયારે આ ટ્રક આર્મીના કબ્જામાં હતી ત્યારે સુરક્ષાના મુદ્દે ખાસ ઉપયોગમાં લેવાથી હતી કેમકે આર્મીના હથિયારો,દારૂગોળો જયારે આ ટ્રકમાં રાખવામાં આવતો ત્યારે આ ટ્રંકમાં લગાવેલ ચાર ભેદી લોક હતા.
આર્મીના ચાર કેપ્ટન પાસે અલગ અલગ પાસવર્ડ રહેતા એટલે કે આ ટ્રક કોઈની પાસે જતી રહે યા લૂંટાઈ જાય તો પણ કોપી ભેદી પાસવર્ડ વગર લોક ખોલી શકે નહીં આર્મીના ચાર કેપ્ટ્ન ભેગા થાય તોજ આ ટ્રકનો ભેદી લોક ખોલી શકે આજે આ ટ્રક કાંતિ પટેલ પાસે છે સાથે ભારત અગ્નિ 3 મિસાઈલ વાળી ટ્રક પણ આર્કષણનું કેન્દ્ર બની છે.
મૂળ સૌરાષ્ટ્રના અને ત્યાંથી સુરત આવ્યા અને ત્યારબાદ કામરેજ આવી વસ્યા માત્ર ધોરણ 6 સુધી ભણેલા કાંતિભાઈ આજે સામાજિક કાર્યકર,રાજકીય આગેવાન,ઉદ્યોગ પતિ,શેક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છે આર્થિક રીતે સુખી સંપન્ન પણ જયારે પણ તેઓ બેચેન અને દુઃખી થાય ત્યારે તેમની પાસે રાજા રજવાડા ના સમયમાં પગથી વગાડવામાં આવતા 170 વર્ષ જુના હારમોનિયમ પર બેસી ફિલ્મી ગીતો ગુનગુનાવી ખુશ રહેવાનો પ્રયાસ કરે છે.
આ સુરતી કાકા પાસે બે હારમોનિયમ છે જે વાગે ત્યારે તેની ધૂન દુરદુર સુધી જાય છે.આ પેટી તે બનાવી હશે ત્યારે ખુબ કાળજી લીધી છે હાથ ,પગ અને મોઢાને કસરત થાય છે.રાજાના દરબાર માં આ પેટીથી તેમનું મનોરંજન કરવામાં આવતું હશે આ પેટીને તે સમયમાં ગાંધર્વ હારમોનિયમ ના નામે ઓળખાતું હતું।આ સિવાય તેમની પાસે પૉપ પાસેથી ખરીદેલો પિયાનો છે કહેવાય છે કે આ પિયાનો વગાડી પોપે મૃત માણસ ને જીવતો કર્યો હતો.
કાંતિ પટેલ સાદગીથી જીવન જીવનારા વ્યક્તિ છે.પરિવારમાં દીકરાઓ આજે વહીવટ કરે છે.બિલ્ડર,સામાજિક કામો તેમજ તેમના અનોખા શોખના કારણે તેઓ કામરેજ વિસ્તારમાં કે,કે નામે ખુબ જાણીતા છે। કાંતિ પટેલના અનોખા શોખના કારણે આ વિસ્તારના લોકો ગર્વ લેય છે.હમેશા સીધેસીધું કહેવામાં માને છે અમને તેમના ઘરેથી ફાર્મ સુધી તેમની મોંઘીદાટ કારમાં લઈ ગયા તો અમે પણ તેમને ચાલુ કાર માં કેટલાક સવાલો પુછી નાખ્યા। કાંતિ ભાઈએ પોતાના બાળપણ,રાજનીતિ અને તાપી માતાની સફાઈ મુદ્દે આવું કહ્યું.
સુરતની જીવનદાયિની તાપી નદીમાં પદૂષણને લઈને દુઃખી છે.તેમણે શિક્ષણનો વ્યાપ વધારવો છે. સસ્તું અને અસરદાર શિક્ષણ પીરસવું છે તો સાથે તેમના શોખના કારણે તેમના ફાર્મ પાર દુનિયાની દુર્લભ કાર,બાઈક,બંદૂક અને ચલણ પદર્શનમાં મૂકી નવી પેઢીને નવો રાહ ચીંધવો છે.