આવનારું વર્ષ ભારે! આ આગાહી `છોતરા` કાઢશે! ભરશિયાળે ગુજરાતના આ જિલ્લાઓમાં જામશે અષાઢી માહોલ

Sat, 30 Dec 2023-4:57 pm,

આમ, 2023નો અંત અને 2024 ની શરૂઆત કમોસમી વરસાદ સાથે થવાની છે. કારણ કે, અરબ સાગરમાં ફરીથી મોટી હલચલ થવાની છે. આજથી અરબ સાગરમાં તોફાન મચશે. જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજથી ત્રણ દિવસ અરબ સાગરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે. જેનાથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે 1થી 5 જાન્યુઆરી સુધી માવઠું થવાની આગાહી કરી દીધી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. આજથી અરબ સાગરની સિસ્ટમ મજબુત બનશે અને 6થી 10 જાન્યુઆરીમાં આ સિસ્ટમની અસર મહારાષ્ટ્રમાં વધુ રહેશે. ત્યાર બાદ ગુજરાતમાં ભાગોમાં તેનો ભેજ આવશે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં અરબ સાગરના ભેજના કારણે સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. 

જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં પૂર્વ ગુજરાત, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઇ શકે અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. પરંતુ 6થી 10 જાન્યુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે. 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન વાતાવરણ પલટાશે. અરબ સાગરમાં લો પ્રેશર બનતા તેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને કમોસમી વરસાદ થશે. જેમાં કેટલાક ભાગોમાં અષાઠી માહોલ જોવા મળશે. 

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 29-30-31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. જેથી આ સિસ્ટમ આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે. સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અનર દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. 29 થી 30 ડિસેમ્બરમાં વેસટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા બંગાળાના ઉપસાગરમા હલચલ થવાની શક્યતા છે. 

આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. આ સિસ્ટમના કારણે કારણે બંગળના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. જાન્યુઆરી 1 થી 5 દરમિયાનમાં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં પલટો આવવાની શક્યતા છે. 

અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ આવે, પરંતું આગામી 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. તો સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર એ છે કે, આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link