આ ખેલાડીઓએ ફટકારી અત્યાર સુધીની 5 સૌથી લાંબી સિક્સ, લિસ્ટમાં બીજા નંબર પર એક બોલર
સૌથી લાંબી સિક્સ ફટકારવા મામલે પહેલા નંબર પર પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન શાહિદ આફરીદીનું નામ આવે છે. આફરીદીએ 2013 માં વેસ્ટ ઇન્ડિઝ સામે એક મેચમાં આ પરાક્રમ કર્યું હતું.
બીજા નંબર પર ખુબજ ચોંકાવનાર ખેલાડીનું નામ આવે છે. હકિકતમાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના બ્રેટ લી આવે છે. 2005 માં તેમણે વેસ્ટ ઇન્ડિઝ સામે 135 મીટર દૂર સુધી સિક્સ મારી હતી.
ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડના જેકબ ઓરમનું નામ આવે છે. ઓરમે 2006 માં ઓસ્ટ્રેલિયાની સામે 130 મીટર થી વધારે લાંબી સિક્સ મારી હતી. ઓરમ લાંબા સમય સુધી એક ઓલરાઉન્ડર તરીકે ન્યૂઝીલેન્ડ માટે રમ્યા.
ચોથા નબર પર ભારતના યુવરાજ સિંહનું નામ આવે છે. જેમણે ટી20 વર્લ્ડ કપ 2007 માં ઓસ્ટ્રેલિયા સામે 125 મીટર લાંબી સિક્સ મારી હતી. જણાવી દઈએ કે આ વર્લ્ડ કપમાં યુવરાજે 6 સિક્સ ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માર્ક વોએ દુનિયાની પાંચમી સૌથી લાંબી સિક્સ મારી છે. તેમણે 1997 માં ન્યૂઝીલેન્ડની સામે 120 મીટરની સિક્સ ફટકારી હતી.