Bone Health: હાડકાને નબળા કરી નાખે છે આ 5 વસ્તુઓ, તમને પણ ખાવાની હોય આદત તો તુરંત કરી દેજો બંધ
જો તમે તમારી ડાયટમાં વધારે મીઠા વાળા ખોરાકનું સેવન વધારે કરતા હોય તો તુરંત જ તેને બંધ કરજો વધારે મીઠું હાડકાને નબળું કરે છે. મીઠું હાડકામાંથી કેલ્શિયમને શોષી લે છે અને હાડકા નબળા પડે છે.
વધારે પ્રમાણમાં કોફીનું સેવન કરવું પણ હાડકા માટે નુકસાનકારક છે કોફીમાં રહેલું કેફિન શરીરમાંથી કેલ્શિયમ ને બહાર કાઢે છે.
સોડા અને કોલ્ડ્રીંક જેવા બેવ્રેજીસ પણ ફોસ્ફરસ થી ભરપૂર હોય છે. ફોસ્ફરસ હાડકાને નબળા બનાવી શકે છે.
ઘણા લોકોને બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ હોય છે પરંતુ આવા ખોરાક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. વધારે પ્રમાણમાં પાસપોર્ટ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેના કારણે હાડકા નબળા પડે છે.
જો તમે વધારે પ્રમાણમાં મીઠી વસ્તુઓ કે પ્રોસેસ ફૂડનું સેવન કરો છો તો પણ તમારા હાડકા નબળા પડી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)