Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ કાઉંટ ઘટાડવાનું કામ કરે છે આ 5 ફુડ, તાવ આવે તો ન ખાવી આ વસ્તુઓ
મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં બળતરા થાય છે. આવું ભોજન ડેન્ગ્યુ ના લક્ષણને વધારી શકે છે. ડેન્ગ્યુના દર્દી વધારે પડતું મસાલાવાળુ ભોજન કરે તો બ્લડિંગ ની સમસ્યા પણ થઈ શકે છે અને રિકવરીમાં પણ મુશ્કેલી થાય છે.
સેલીસિલેટ રક્તને પાતળું કરવાનું કામ કરે છે. ડેન્ગ્યુના દર્દી જો આ કમ્પાઉન્ડથી ભરપૂર વસ્તુઓનું સેવન કરે તો તેનાથી રિકવરીમાં સમસ્યા ઊભી થાય છે. આવી વસ્તુઓમાં ખાટા ફળ, ટમેટા, આદુ, લસણ, ડુંગળી, અખરોટ, બટેટા, એપ્રિકોટ, કાકડી અને દ્રાક્ષનો સમાવેશ થાય છે.
ડેન્ગ્યુના દર્દીઓએ નોનવેજ ખાવાનું પણ ટાળવું જોઈએ. નોનવેજ ફૂડ વધારે મસાલા અને તેલવાળું હોય છે. તેના પાચનમાં પણ ઘણો સમય લાગે છે. જો ડેન્ગ્યુના દર્દી નોનવેજનું સેવન કરે તો રિકવરીમાં સમસ્યા થઈ શકે છે. સાથે જ નોનવેજ ખાવાથી ઇન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે.
કેફીન થી ભરપૂર drinks પણ શરીરને ડિહાઈડ્રેટ કરે છે. ડેન્ગ્યુના દર્દી માટે આવા પીણા હાનિકારક સાબિત થઈ શકે છે. જો ડેન્ગ્યુના દર્દીને ડિહાઇડ્રેશન થાય તો પ્લેટલેટ્સની રિકવરી મુશ્કેલ થઈ જાય છે. તેથી ડેન્ગ્યુના દર્દીએ કોફી ચા ને બદલે અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
આમ તો જંક ફૂડ કોઈપણ વ્યક્તિ માટે હેલ્ધી ખોરાક નથી પરંતુ જ્યારે ડેન્ગ્યુ થયો હોય ત્યારે આવા ખોરાકથી દૂર રહેવું. ડેન્ગ્યુમાં આવી વસ્તુઓ ખાવાથી રિકવરીમાં સમય લાગે છે અને ઇમ્યુનિટી પણ નબળી પડી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)