Income Tax રાખે છે આ ટ્રાંજેક્શન પર નજર, નાનકડી ભૂલ કરી તો આવશે Notice

Mon, 27 May 2024-12:59 pm,

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ના નિયમ અનુસાર જો એક વર્ષમાં કોઇ 10 લાખ કે તેનાથી વધુ કેશ જમા કરાવે છે તો તેની સૂચના ઇનકમ ટેક્સ વિભાગને આપવામાં આવે છે. આ પૈસા એક અથવા એક અથવા એકથી વધુ ખાતામાં જમા કરાવવામાં આવ્યા હોય. હવે તમે એક નક્કી લિમિટથી વધુ પૈસા જમા કરાવો છો તો ઇનકમ ટેક્સ વિભાગ આ પૈસાના સ્ત્રોત વિશે પૂછી શકે છે. 

જે પ્રકારે બેંક ખાતામાં એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ પૈસા જમા કરાવવા પર સવાલ ઉઠે છે. જો તમે એક અથવા એકથી વધુ એફડીમાં એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ જમા કરાવશો તો કોઇ શંકા જતાં ઇનકમ ટેક્સ વિભાગ તમારા પૈસાના સ્ત્રોતને લઇને પ્રશ્ન પૂછી શકે છે. 

જો તમે કોઇ પ્રોપર્ટી ખરીદતી વખતે 30 લાખ રૂપિયા અથવા તેનાથી વધુનું કેશ ટ્રાંજેક્શન કરી દીધું છે તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર આ વિશે ઇનકમ ટેક્સ વિભાગને સૂચના જરૂર આપશે. એવામાં આટલા મોટા ટ્રાંકેશનના લીધે ઇનકમ ટેક્સ વિભાગ પૂછપરછ કરી શકે છે કે તમે પૈસા ક્યાંથી લાવ્યા. 

સીબીડીટીના નિયમો મુજબ, ક્રેડિટ કાર્ડના બિલ સામે રૂપિયા 1 લાખ કે તેથી વધુની રોકડ ચુકવણીની જાણ આવકવેરા વિભાગને કરવી પડશે.  જો ક્રેડિટ કાર્ડ બિલ ભરવા માટે નાણાકીય વર્ષમાં 10 લાખ કે તેથી વધુની ચૂકવણી કરવામાં આવી હશે તો તેની પણ જાણ આવકવેરા વિભાગને કરવી પડશે. 

જો મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક, બોન્ડ અથવા ડિબેન્ચરમાં રોકાણ કરનારા રોકાણકારોએ ખાતરી કરવી પડશે કે આ રોકાણોમાં તેમના રોકડ વ્યવહારો નાણાકીય વર્ષમાં રૂપિયા 10 લાખથી વધુ ન હોય.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link