Hollywood ની આ ફિલ્મો પર ભારતમાં મુકાયો હતો પ્રતિબંધ, અલગ અલગ OTT પ્લેટફોર્મ પર થઈ ચુકી છે રિલીઝ
1978 માં આવેલી આ ફિલ્મ ભારતમાં રિલીઝ થઈ શકી નથી. ભારતમાં આ ફિલ્મ રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેનું કારણ છે ફિલ્મની સ્ટોરી અને ફિલ્મમાં દર્શાવેલા દ્રશ્યો. કેમિલ કેટોનની આ ફિલ્મ રેપ અને રિવેન્જ ડ્રામા છે. આ ફિલ્મમાં કેટલાક એવા સીન દેખાડવામાં આવ્યા છે જેના કારણે ભારતમાં તેને રિલીઝ થતા અટકાવી દેવામાં આવી હતી.
એક્શન એડવેન્ચર ફિલ્મ ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ટેમ્પલ ડૂમમાં ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને ખોટી રીતે દેખાડવાના કારણે રિલીઝ થતા અટકાવવામાં આવી હતી.
2015માં રિલીઝ થયેલી આ ફિલ્મને પણ ભારતમાં રિલીઝ કરવાની અનુમતિ અપાઈ નહીં. ફિલ્મનું નિર્દેશન સેમ ટેલરે કર્યું હતું. ફિલ્મમાં ઘણા બધા ઇન્ટીમેન્ટ અને પ્રતાડનાથી ભરેલા સીન હોવાના કારણે સેન્સર બોર્ડે ભારતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો.
રોબર્ટ ડી નેરો અને જેક એફ્રો સ્ટારર ફિલ્મ પણ ભારતમાં રિલીઝ થઈ નથી. આ ફિલ્મના ડાયલોગ અને અશ્લીલતાના કારણે તેને ભારતમાં રિલીઝ કરવાની પરવાનગી ન મળી. સેન્સર બોર્ડે જણાવ્યું હતું કે આ ફિલ્મ ભારતીય દર્શકો માટે યોગ્ય નથી.
ધ હ્યુમન સેંટિપેડ ફિલ્મની સ્ટોરી એક જર્મન સર્જનની છે. જે ત્રણ પર્યટકોને કિડનેપ કરી પ્રતાડિત કરે છે. આ ફિલ્મમાં કેટલાક વીભત્સ દેખાડવામાં આવ્યા છે જેના કારણે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ ફિલ્મ પર ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં પણ પ્રતિબંધ મુકાયો હતો.